નિતિન પાટણકર/નવી દિલ્હી : પુણેની કોસમોસ બેંકની હેડઓફિસનો ડેટા હેક કરીને 94.42 કરોડ રૂ.ની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં હોંગકોંગની એએલએમ ટ્રેડિંગ લિમિટેડ કંપનીને આરોપી બનાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદ પ્રમાણે બેંકની હેડ ઓફિસનું સર્વર હેક કરીને વીસા અને રૂપે ડેબિટ કાર્ડની જાણકારી ચોરીને વિદેશોમાંથી લગભગ 12 હજાર વખત ટ્રાન્ઝેક્શન કરીને 78 કરોડ રૂ. કાઢી લેવામાં આવ્યા હતા. આ સિવાય ભારતમાં પણ 2849 વાર ટ્રાન્ઝેક્શન કરીને 2.50 કરોડ રૂ. કાઢી લેવામાં આવ્યા હતા. આમ, કુલ મળીને 94.42 કરોડ રૂ.ની સાઇબર ચોરી કરવામાં આવી હતી. આ સાઇબર ચોરી 11 ઓગસ્ટની બપોરે 3 કલાકથી રાતના 10 વાગ્યા સુધી થઈ હતી. આ માટે લગભગ 21 દેશોમાં લોકોએ 76 કરોડ રૂ.નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકે પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે બેંકની હેડ ઓફિસમાં એટીએમ સ્વિચ (સર્વર)ને માલવેર અટેક કરીને હેક કરી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન ડેબિટ કાર્ડના 14,849 ટ્રાન્ઝેક્શન મારફત 80.5 કરોડ રૂ. બેંકના ખાતાઓમાંથી ચોરીને વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ માટે હજારો ડેબિટ કાર્ડ હેક કરવામાં આવ્યા હતા. બીજું ટ્રાન્ઝેક્શન સ્વિફ્ટ મારફતે કરવામાં આવ્યું હતું. આમાં 13.9 કરોડ રૂ.ની રકમ વિદેશી ખાતામાં મોકલવામાં આવી હતી. 11 અને 13 ઓગસ્ટે આ રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. 


હવે કોસમોસ બેંકે પોતાના તમામ સર્વર, એટીએમ, ઓનલાઇન તેમજ મોબાઇલ બેંકિંગ ટ્રાન્ઝેશન બંધ કરી દીધા છે. શનિવારે 2 કલાક અને 13 મિનિટમાં 76 કરોડ રૂ.નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. આમાં સાડાતેર કરોડ રૂ. હોંગકોંગન બેંકમાં નાખવામાં આવ્યા. આ માટે 400-450 ખાતાઓમાંથી પૈસા કાઢવામાં આવ્યા અને આ માટે વીસા ઇન્ટરનેશનલ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ, કુલ 21 દેશોમાંથી હેકરે પૈસા કાઢ્યા છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...