નવી દિલ્હી: સુપર સાયક્લોન અમ્ફાન (Cyclon Amphan)થી દેશને લગભગ 1 ટ્રિલિયન રૂપિયાથી વધારે નુકસાન થવાની આશંકા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ સાયક્લોનથી સૌથી મોટો વિનાશ થયો છે. ત્યારે આ સાથે પાડોસી દેશ બાંગ્લાદેશે પણ કહ્યું છે કે, તેને 11 અરબ ટકાનું નુકસાન થયું છે. જો કે, આ હજુ વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધારે કોને નુકસાન
આ તોફાનથી સૌથી વધારે નુકસાન પાક અને મકાન, માર્ગ, પુલ, વીજળી તેમજ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયું છે. આ તોફાનના કારણે લગભગ 1.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે. બંને દેશોમાં લગભગ 102 લોકોના મોત થયા છે.


આ પણ વાંચો:- Lockdown: વર્ક ફ્રોમ હોમ નોકરીઓ શોધી રહ્યા છે ભારતીય, આટલા ટકાનો થયો વધારો


છેલ્લા એક દશકના સૌથી ભયાનક સાયક્લોનથી ઘરોને સૌથી વધુ નુકસાન થયું છે. ત્યારબાદ વીજળીનો શોક લાગવાથી લોકોના મોત થયા છે. તોફાન આવ્યા પહેલાથી 30 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની ટળી છે.


રાજ્ય સરકારે માગી સેનાથી મદદ
હાલમાં મોટાભાગના લોકો રાજ્ય સરકાર અને એનડીઆરએફ દ્વારા બનાવવામાં આવેલા રાહત કેમ્પમાં રહી રહ્યાં છે. જો કે, આ કેન્દ્રોમાં કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન થઈ રહ્યું નથી. પશ્ચિમ બંગાળે રાજ્યમાં અમ્ફાન તોફાનથી પ્રભાવિત વિસ્તારમાં રાહત કાર્યો માટે શનિવારે સેના, રેલવે અને બંદરથી મદદ માગી છે. સરકારે ખાનગી સંસ્થાઓ પાસે પણ ઉદ્દેશ્ય માટે કર્મચારીઓ અને ઉપકરણોને ઉપલબ્ધ કરાવવા કહ્યું છે.


આ પણ વાંચો:- કોરોના વાયરસને કારણે હવે 1 જુનથી આ રાજ્યમાં વધશે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ


ગૃહ વિભાગે એક પછી એક ટ્વિટ્સમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે યુનિફાઇડ કમાન્ડ તરીકે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ પુન: સ્થાપિત કરવા મહત્તમ શક્તિ આપી છે. વિભાગે ટ્વીટ કર્યું, "આર્મીની મદદ લેવામાં આવી છે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, સપ્લાય ટીમો અને ઉપકરણોને પણ રેલ્વે, બંદરો અને ખાનગી ક્ષેત્રમાંથી વિનંતી કરવામાં આવી છે."


વિભાગે કહ્યું કે પીવાના પાણી અને પાણીના નિકાસ માટેનું માળખાકીય સુવિધા ઝડપથી પુન:સ્થાપિત કરવામાં આવી રહી છે અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગને જ્યાં સમસ્યા છે તેવા વિસ્તારોમાં પાણીની થેલી વહેંચવાનું કહેવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- Maruti Suzuki પ્લાન્ટમાં કર્મચારી નીકળ્યો કોરોના પોઝિટિવ, તાબડતોબ કંપનીએ લીધુ આ પગલું


ગૃહ વિભાગે કહ્યું, "જરૂર પડે ત્યાં જનરેટરો લેવામાં આવે છે. વિવિધ વિભાગો અને સંસ્થાઓની 100 થી વધુ ટીમો પડી ગયેલા વૃક્ષોને કાપવામાં રોકાયેલા છે, જે વિસ્તારોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે." તેમણે કહ્યું, "ડબ્લ્યુબીએસઇડીએલ અને સીઈએસસીને વધુમાં વધુ કર્મચારીઓ તૈનાત કરવા કહેવામાં આવ્યું છે. જો કે લોકડાઉનને કારણે તૈનાતી ક્ષમતાને ભારે અસર થઈ છે. પોલીસ હાઇ એલર્ટ પર છે."


કોલકાતા અને પડોશી જિલ્લાઓમાં વીજળી, પાણીનો પુરવઠો ફરી શરૂ ન થતાં ચક્રવાતના ત્રણ દિવસ બાદ લોકોએ કરેલા વિરોધ પછી આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ધૈર્ય રાખવા જણાવ્યું છે, કેમ કે, વહીવટ તંત્ર સતત સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવામાં સતત વ્યસ્ત છે. અમ્ફાન ચક્રવાતને કારણે રાજ્યમાં 86 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઓછામાં ઓછા 14 જિલ્લાઓમાં માળખાગત સુવિધાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube