3 મહિના પહેલા 265 રૂપિયામાં આવ્યો હતો IPO,હવે 690 રૂપિયાને પાર પહોંચ્યો શેરનો ભાવ, રોકાણકારો માલામાલ
IPO માં સાઇન્ટ ડીએલએમના શેર 265 રૂપિયામાં મળ્યા હતા અને હવે તેનો ભાવ 690 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિની આગેવાનીવાળા કૈટામરૈન વેન્ચર્સની પાસે કંપનીના 14 લાખથી વધુ શેર છે.
નવી દિલ્હીઃ સાઇન્ટ ડીએલએમના સ્ટોકે 3 મહિનામાં લોકોને માલામાલ કરી દીધા છે. ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની સાઇન્ટ ડીએલએમ (Cyient DLM) ના શેર આઈપીઓમાં 265 રૂપિયામાં મળ્યા હતા. 3 મહિનામાં કંપનીના શેર 690 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઈન્ફોસિસના ફાઉન્ડર અને પૂર્વ બોસ નારાયણ મૂર્તિની આગેવાનીવાળી કૈટારમૈન વેન્ચર્સે સાઇન્ટ ડીએલએમ પર દાવ લગાવ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 779 રૂપિયા છે. તો સાઇન્ટ ડીએલએમના શેરનો 52 સપ્તાહનો લો 401 રૂપિયા છે.
265 રૂપિયાથી 690ને પાર પહોંચ્યો શેર
સાઇન્ટ ડીએલએમના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 250-265 રૂપિયા હતી. આઈપીઓમાં કંપનીના શેર 265 રૂપિયા પર એલોટ થયા હતા. સાઇન્ટ ડીએલએમના શેર 10 જુલાઈ 2023ના 401 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સાઇન્ટ ડીએલએમના શેર 6 સપ્ટેમ્બર 2023ના 779 રૂપિયાના હાઈ પર પહોંચ્યા હતા. કંપની એયરોસ્પેસ એન્ડ ડિફેન્સ, હેલ્થકેર એન્ડ લાઇફ સાયન્સ અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.
આ પણ વાંચોઃ નવરાત્રિ પર ₹9000 મોંઘું થયું સોનું, ચાંદીમાં પણ ₹14683 ની તેજી, ચેક કરો લેટેસ્ટ રેટ
નારાયણ મૂર્તિના ફંડની પાસે કંપનીના 14 લાખથી વધુ શેર
ઈન્ફોસેસના ફાઉન્ડર નારાયણ મૂર્તિની આગેવાનીવાળા કૈટારમૈન વેન્ચર્સની પાસે સાઇન્ટ ડીએલએમના 1405448 શેર કે કંપનીમાં 1.77 ટકા ભાગીદારી છે. આઈપીઓની ઈશ્યૂ કિંમતથી સાઇન્ટ ડીએલએમના શેરમાં 160 ટકાની તેજી આવી છે. તો લિસ્ટિંગ બાગથી કંપનીના શેર આશરે 70 ટકા વધી ચુક્યા છે. સાઇન્ડ ડીએલએમનું માર્કેટ કેપ આશરે 5470 કરોડ રૂપિયા છે. સાઇન્ટ ડીએલએમની પેરેન્ટ કંપની સાઇન્ડ લિમિટેડ છે. સાઇન્ટે કંપનીના પૂર્વ પ્રમોટર્સ પવન રાંગા અને તેની ફેમેલી પાસેથી 283 કરોડ રૂપિયામાં 74 ટકા ભાગીદારી ખરીદી હતી. ત્યારબાદ સાઇન્ડ લિમિટેડે જાન્યુારી 2019માં બાકીની 26 ટકા ભાગીદારી 42.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube