ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં નિધન થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત લગભગ 3.15 વાગે સર્જાયો હતો જ્યારે સાઇરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઇ જઇ રહ્યા હતા. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલ પર સર્જાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે જે કારનો એક્સિડન્ટ થયો તેમાં ચાર લોકો સવાર હતા. આ ઘટનામાં બે કાર ચાલક સહિત બે અન્ય લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ગુજરાતની એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે સાઇરસ મિસ્ત્રી લગભગ 70 હજાર કરોડથી વધુની સંપત્તિ છોડી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેનનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. સાઇરસ મિસ્ત્રીનો બિઝનેસ ભારત, પશ્વિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલો છે. ટાટા સન્સમાં સાઇરસ મિસ્ત્રીની 18.4 ટકા ભાગીદારી છે. સાઇરસ મિસ્ત્રી  2012 થી 2016 સુધી ટાટા સન્સના ચેરમેન રહ્યા હતા. 4 સપ્ટેમ્બર 1968 ના રોજ મુંબઇમાં જન્મેલા સાઇરસ મિસ્ત્રી ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા.  


આયરલેન્ડમાં જન્મેલા 54 વર્ષના સાઇરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે 1994 માં શાપૂરજી પલોનજી ગ્રુપના નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાઇરસ મિસ્ત્રીનો કારોબાર કંસ્ટ્રક્શન, એન્જીનિયરિંગ, રિયલ એસ્ટેટ સહિત ઘણા અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલો છે. તો બીજી તરફ શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ દુનિયાના 50 દેશોમાં ફેલાયેલો છે. 

સાઇરસ મિસ્ત્રીના સમાચારથી સોશિયલ મીડિયા પર છવાઇ શોકની લહેર, #CyrusMistry ટોપ પર છે ટ્રેન્ડ


70 હજાર કરોડથી વધુની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સના અનુસાર વર્ષ 2018માં સાઇરસ મિસ્ત્રીની વ્યક્તિગત નેટવર્થ 70,957 કરોડ (70,957 Crore) રૂપિયા હતી. સાઇરસ પાસે નિર્માણથી માંડીને મનોરંજન, વિજળી તથા નાણાકિય બિઝનેસના બે દાયકાઓથી વધુનો અનુભવ હતો. તેમની લીડરશિપમાં શાપૂરજી પાલોંજી કંપની (Pallonji Shapoorji Mistry) એ મધ્ય એશિયા અને આફ્રીકામાં કંસ્ટ્રકશન ઉપરાંત પાવર પ્લાન્ટ અને ફેક્ટરી બનાવવાની મોટા એન્જીનિયરિંગ પ્રોજેક્ટ પુરા કર્યા. 


મુંબઇ, લંડન અને દુબઇમાં શાનદાર ઘર
સાઇરસ મિસ્ત્રી પોતાની પત્ની રોહિકા છગલા સાથે મુંબઇના એક મોટા ઘરમાં રહેતા હતા. સાઇરસ મિસ્ત્રીનું આયરલેન્ડ, લંડન અને દુબઇમાં પણ ઘર છે. કેટલાક મિડીયા રિપોર્ટ્સ અનુસાર સાઇરસ મિસ્ત્રીના નામ પર શાદાર યોટ છે. 

Breaking News: ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન, અમદાવાદથી મુંબઇ જતાં સર્જાયો અકસ્માત


રતન ટાટા સાથે હતો ખાસ સંબંધ
સાઇરસ મિસ્ત્રીને 2012 માં ટાટા સન્સ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમણે રતન ટાટાને હટાવીને આ પોસ્ટ પર બેસાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 2016 માં સાઇરસ મિસ્ત્રીને અચાનક ચેરમેન પોસ્ટ પરથી દૂર કરવામાં આવ્યા હતા. સાઇરસ મિસ્ત્રી એક ખરબપતિ પરિવાર સાથે સંબંધ ધરાવનાર દેશના જાણિતા વેપારી અને ઉદ્યોગપતિ હતા. 2019 માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. ટાટા ગ્રુપે 18 મહિનાની શોધ બાદ સાઇરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. જોકે પછી ટાટા સાથે તેમનો વિવાદ થઇ ગયો હતો.અધ્યક્ષ રહેતા તેમનું ટાટા ગ્રુપમાં કેરિયર વિવાદાસ્પદ રહ્યું. રતન ટાટા સાથે તેમનું બન્યું નહી. પછી તેમણે ટાટા ગ્રુપ છોડી દીધું હતું. સાઇરસ મિસ્ત્રી રિયલ સ્ટેટના ખરબપતિ વેપારી પલોનજી શાપૂરજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube