નવી દિલ્હીઃ DA Arrears Calculator: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે તેમનો DA 42 ટકા પર પહોંચી ગયો છે. તેનો અમલ 1 જાન્યુઆરી 2023થી કરવામાં આવ્યો હતો. પરંતુ, મોંઘવારી ભથ્થું એપ્રિલના પગારમાં ચૂકવવામાં આવશે. એટલે કે તેમને 3 મહિના (જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ)નું એરિયર્સ પણ મળશે. પરંતુ, બાકીની રકમ માત્ર મોંઘવારી ભથ્થામાં ઉમેરીને આપવામાં આવતી નથી. આમાં અન્ય ભથ્થાં પણ ઉમેરવામાં આવે છે. તેથી જ બાકીની રકમની ગણતરી કરવી સરળ નથી. આજે અમે તમને જણાવીશું કે કેન્દ્રીય કર્મચારીઓના ખિસ્સામાં તેમના પે બેન્ડના હિસાબથી કેટલા પૈસા આવશે. અને તેઓ કેવી રીતે અમીર બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ મહિનાનું મળશે એરિયર
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે 4 ટકાનો વધારો કરી હવે નવો દર 42 ટકા કરી દીધો છે. આવી સ્થિતિમાં હવે તેના પગારમાં મોટો વધારો થયો છે. સામાન્ય રીતે જોવામાં આવે તો કર્મચારીઓના પગારની ગણતરી તેના બેસિકમાં ડીએને જોડીને બને છે. પરંતુ એવું નથી. પગારમાં બીજા એલાઉન્સ પણ જોડાઈ છે અને ડીએ વધારાની સાથે ટ્રાવેલ એલાઉન્સની સાથે જોડવા પર ફાઇનલ રકમ પણ વધુ હોય છે. કર્મચારીઓનું ડીએ 1 જાન્યુઆરીથી વધારવામાં આવ્યું છે. તેવામાં 3 મહિનાનું એરિયર આપવામાં આવશે. હવે ત્રણ મહિનાનું એરિયર કેટલું હશે, તેની ગણતરી કરવી જરૂરી છે. 


DA Arrears Calculator: કેટલું મળશે એરિયર?
કેન્દ્રીય કર્મચારીઓના 7th CPC level-1 માં GP 1800 પર બેસિક પગાર 18000 રૂપિયાથી શરૂ થાય છે. આ બેન્ડવાળાને DA+TA મળીને 9477 રૂપિયા મળશે. પરંતુ પાછલા મોંઘવારી ભથ્થાની તુલનામાં 774 રૂપિયા વધુ મળશે. એટલે કે ત્રણ મહિનાના કુલ 2322 રૂપિયા તેને એરિયર તરીકે મળશે. આ ત્રણ મહિના તે છે, જેમાં વધેલા ડીએની ચુકવણી થઈ નથી. 


Month Total DA + TA @ 42% Total DA + TA @ 38% Arrears
Jan 2023 9477 8703 774
Feb 2023 9477 8703 774
Mar 2023 9477 8703 774
Total arrears 2322

Level-2 પર કેટલું મળશે એરિયર?
હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે 7th CPC level-2 માં GP 1900 પર બેસિક સેલેરી 19900 રૂપિયાથી શરૂ થાય છે. આ કર્મચારીઓને DA+TA મળીને 10275 રૂપિયા મળશે. તેને પાછલા મોંઘવારી ભથ્થાની તુલનામાં 850 રૂપિયા વધુ આવશે. આ પ્રમાણે ત્રણ મહિનાનું એરિયર 2550 રૂપિયા થશે. 


Month Total DA + TA @ 42% Total DA + TA @ 38% Arrears
Jan 2023 10275 9425 850
Feb 2023 10275 9425 850
Mar 2023 10275 9425 850
Total arrears 2550

ટોપ પે-બેન્ડ લેવલ-14 પર કેટલું મળશે એરિયર?
હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે 7th CPC માં કુલ level-14 બનાવવામાં આવ્યા છે. આ level-14 માં GP 10,000 રૂપિયા છે. તેના પર બેસિક સેલેરી 1,44,200 રૂપિયાથી શરૂ થાય છે. આ કર્મચારીઓને DA+TA મળીને 70788 રૂપિયા મળશે. પાછલા મોંઘવારી ભથ્થાની તુલનામાં 6056 રૂપિયા વધુ મળશે. આ પ્રમાણે ત્રણ મહિનાનું એરિયર 18,168 રૂપિયા થશે. 


Month Total DA + TA @ 42% Total DA + TA @ 38% Arrears
Jan 2023 70788 64732 6056
Feb 2023 70788 64732 6056
Mar 2023 70788 64732 6056
Total arrears 18168

Level-14 ની ટોપ બેસિક સેલેરી પર કેટલું મળશે એરિયર?
કેન્દ્રીય કર્મચારીઓ માટે 7th CPC level-14 માં ઉચ્ચ સેલેરી 2,18,200 રૂપિયા છે. આ સેલેરી રેન્જમાં એરિયરનું કેલકુલેશન સૌથી વધુ છે. Level-14 માં GP 10,000 રૂપિયા છે. તેના પર બેસિક સેલેરી 2,18,200 રૂપિયા છે. આ કર્મચારીઓને DA+TA મળીને 101,868 રૂપિયા મળશે. પરંતુ પાછલા મોંઘવારી ભથ્થાની તુલનામાં 9016 રૂપિયા વધુ આવશે. આ પ્રમાણે ત્રણ મહિનાનું એરિયર 27048 રૂપિયા થશે. 


Month Total DA + TA @ 42% Total DA + TA @ 38% Arrears
Jan 2023 101868 92852 9016
Feb 2023 101868 92852 9016
Mar 2023 101868 92852 9016
Total arrears 27048

કઈ કેટેગરીમાં મળે છે કેટલું ટ્રાવેલ એલાઉન્સ?
ટ્રાવેલ એલાઉન્સ (Travel Allowance) ને પે-મેટ્રિક્સ લેવલના આધાર પર ત્રણ વર્ગમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને શહેરોને બે વિભાગમાં વેંચવામાં આવ્યા છે. આ ક્લાસિફિકેશન શહેરોની વસ્તીના આધારે કરવામાં આવ્યું છે. પ્રથમ કેટેગરી- હાયર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ શહેરની છે અને બીજા શહેરોને અન્ય શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. કેલકુલેશનની ફોર્મ્યૂલા Total Transport Allowance = TA + [(TA x DA% )\/100] છે. 


આ પણ વાંચોઃ NPS:₹5000નું કરો રોકાણ અને ₹1 કરોડ 11 લાખ 98 હજાર 471 મેળવો, દર મહિને ₹44,793નું મળશ


કેટલું મળે છે ટ્રાવેલ એલાઉન્સ?
TPTA શહેરોમાં ટીપીટીએ લેવલ 1-2 માટે રૂ.1350, લેવલ 3-8ના કર્મચારીઓ માટે રૂ.3600 અને લેવલ 9થી ઉપરના કર્મચારીઓ માટે રૂ.7200 છે. કોઈપણ એક શ્રેણીના કર્મચારીઓ માટે ઉપલબ્ધ પરિવહન ભથ્થાનો દર સમાન છે. માત્ર તેમને મળતું મોંઘવારી ભથ્થું તેમાં ઉમેરવામાં આવે છે. ઉચ્ચ પરિવહન ભથ્થું ધરાવતા શહેરો માટે, સ્તર 9 અને તેનાથી ઉપરના કર્મચારીઓને રૂ. 7,200+ DAનું પરિવહન ભથ્થું મળે છે. અન્ય શહેરો માટે, આ ભથ્થું રૂ. 3,600+ DA છે. એ જ રીતે, લેવલ 3 થી 8 સુધીના કર્મચારીઓને 3,600 વત્તા ડીએ અને 1,800 વત્તા ડીએ મળે છે. લેવલ 1 અને 2 વિશે વાત કરીએ તો, આ કેટેગરીમાં, પ્રથમ વર્ગના શહેરો માટે રૂ. 1,350+ DA ઉપલબ્ધ છે, જ્યારે અન્ય શહેરો માટે રૂ. 900+ DA ઉપલબ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube