નવી દિલ્હીઃ 7th Pay Commission: જે સમયનો કેન્દ્રીય કર્મચારીઓ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે સમય હવે આવી ગયો છે. 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 61 લાખ પેન્શરોનું મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી વધવાનું છે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ હાલ 17 ટકાના દરે મળે છે, જે સીધુ 28 ટકા થઈ જશે. આ વધારાનો ફાયદો તેમને પગારમાં વધારાના રૂપમાં મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય કર્મચારીઓ માટે સારા સમાચાર છે કે તેમને અટકેલા ડીએની ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલ 17 ટકાના દરે ડીએ મળે છે, હવે તેમાં 11 ટકાનો વધારો થશે તો કર્મચારીઓનો પગાર વધી જશે. કર્મચારીઓને સીધા બે વર્ષના ડીએનો ફાયદો એક સાથે મળવાનો છે. કારણ કે જાન્યુઆરી 2020માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો હતો. તે પહેલાના છ મહિના એટલે કે જૂન 2020માં 3 ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થામાં ફરી 4 
કાનો વધારો થયો છે. એટલે કે ડીએ કુલ 28 ટકા થઈ ગયું છે. પરંતુ આ ત્રણેય વધારાની ચુકવણી હજુ કરવામાં આવી નથી.


પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ પોતાના મોંઘવારી ભથ્થા (DA) ના એરિયર્સને લઈએ શરૂ થનારી વાતચીતની રાહ જોઈ રહ્યાં છે. આ વાત કેન્દ્ર સરકારના કર્મચારીઓ (CGS) ની આગેવાની કરનારી નેશનલ કાઉન્સિલ ઓફ  JCM અને નાણામંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના કેન્દ્ર સરકારના અધિકારીઓ વચ્ચે થવાની છે. આ વાતચીત મે મહિનામાં થવાની હતી. પરંતુ હવે જૂન મહિનામાં આ બેઠક યોજાવાની આશા છે. 


આ પણ વાંચોઃ NACH: હવે શનિ-રવિ કે રજાના દિવસે પણ તમારા ખાતામાં જમા થશે પગાર, RBIએ કરી મોટી જાહેરાત


આ રીતે વધશે પગાર?
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓના પે-મેટ્રિક્સ પ્રમામે ન્યૂનતમ સેલેરી 18000 રૂપિયા છે, તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થુ જોડાવાની આશા છે, આ પ્રમાણે તેના પગારમાં સીધો 2700 રૂપિયાનો વધારો થશે. વાર્ષિક આધાર પર જોવામાં આવે તો મોંઘવારી ભથ્થુ 32400 રૂપિયા વધી જશે. જો કોઈ કર્મચારીઓનું ન્યૂનતમ મૂળ વેતન પે મેટ્રિક્સ પ્રમાણે 18000 રૂપિયા છે, તેનું વેતન થયું 18,000 x 2.57 = 46,260 રૂપિયા. આ વેતન હજુ ભથ્થા વગરનું છે. આ વેતનમાં હવે મોંઘવારી ભથ્થુ  (DA), ટ્રાવેલ ભથ્થુ (TA), મેડિકલ કંપનસેશન અને HRA જેવા ભથ્થા જોડવામાં આવશે ત્યારબાદ ફાઇનલ સેલેરી નક્કી થશે. 


જૂનમાં પણ વધશે 4% DA
હકીકતમાં જૂન 2021ના મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે. સૂત્રો પ્રમાણે તેમાં 4 ટકાના વધારાનું અનુમાન છે. જો તેમ થાય તો 1 જુલાઈએ ત્રણ હપ્તાની ચુકવણી બાદ આગામી 6 મહિનામાં વધુ 4 ટકાની ચુકવણી થશે. મોંઘવારી ભથ્થુ કુલ 32 ટકાએ પહોંચી શકે છે. હાલમાં ડીએની ગણતરી 17 ટકા પ્રમાણે થાય છે. કેન્દ્ર સરકાર દર છ મહિને તેને રિવાઇઝ કરે છે. તેની ગણતરી બેઝિક પેના આધારે ટકાવારીમાં થાય છે. હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને અલગ-અલગ ડીએ મળી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube