નવી દિલ્હીઃ DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષ 2023ની પહેલી ખુશખબર ત્યારે મળશે, જ્યારે તેના મોંઘવારી ભથ્થાની  (Dearness allowance) જાહેરાત થશે. પરંતુ તેમાં હજુ સમય છે. કેટલું મોંઘવારી ભથ્થુ મળશે તે નક્કી થવા જઈ રહ્યું છે. 15 દિવસ બાદ મોંઘવારી ભથ્થામાં વધારાનો માર્ગ મોકળો થઈ જશે. 31 જાન્યુઆરીએ ડીએ સાથે જોડાયેલા નંબર્સ આવવાના છે. આ નંબર્સથી સ્પષ્ટ થઈ જશે કે વર્ષ 2023ના પ્રથમ છ મહિના માટે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. હકીકતમાં AICPI ઈન્ડેક્સનો ડેટા દર મહિનાની છેલ્લી તારીખે આવે છે. 31 જાન્યુઆરીએ ડિસેમ્બર 2022નો આંકડો આવવાનો છે. આ ફાઇનલ આંકડો હશે, જેના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો થશે મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike)?
વર્ષ 2023ના પ્રથમ છ મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન 2023 માટે મોંગવારી ભથ્થાની જાહેરાત માર્ચ 2023માં થશે. પરંતુ તેના ફાઇનલ નંબર્સ 31 જાન્યુઆરી સુધી આવી જશે. હકીકતમાં મોંઘવારી ભથ્થુ  AICPI ઈન્ડેક્સના આધાર પર નક્કી કરવામાં આવે છે. શ્રમ મંત્રાલય ઇન્ડેક્સમાં ઘણી મહત્વપૂર્ણ વસ્તુને જોતા મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. વર્તમાનમાં નવેમ્બર 2022 સુધીના આંકડા આવ્યા છે. ઇન્ડેક્સનો નંબર 132.5 પર છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓના (Central government employees) મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાનો નક્કી છે. જો ઈન્ડેક્સના નંબર ડિસેમ્બરમાં પણ સ્થિર રહે છે તો તેનું મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધશે. પરંતુ જો ડિસેમ્બરના આંકડામાં 1 અંકનો ઉછાળ આવે તો DA Hike 4% પણ થઈ શકે છે. પરંતુ તેની સંભાવના ખુબ ઓછી છે. 


આ પણ વાંચોઃ દીકરીના ભવિષ્ય માટે આ સ્કીમમાં દર મહિને કરો રોકાણ, આ રીતે મળશે 5 લાખ


કેમ નહીં વધે AICPI Index નો આંકડો?
જો નિષ્ણાતોનું માનીએ તો ડિસેમ્બર માટે CPI ફુગાવાના આંકડા 12 જાન્યુઆરીએ આવ્યા છે. આમાં, રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં 5.72% પર 1 વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. તે જ સમયે, રિટેલ ફુગાવો નવેમ્બરમાં 5.88% હતો. નવેમ્બરમાં જ્યારે છૂટક ફુગાવો નીચે આવ્યો ત્યારે AICPI ઇન્ડેક્સમાં પણ કોઈ ફેરફાર થયો ન હતો. ઑક્ટોબર 2022માં AICPI ઇન્ડેક્સ 132.5 પોઇન્ટ પર હતો, જે નવેમ્બરમાં પણ સ્થિર રહ્યો હતો. આવી સ્થિતિમાં, નિષ્ણાતો માની રહ્યા છે કે ડિસેમ્બર 2022 ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પણ સ્થિર રહેવાની સંભાવના છે. જો ઇન્ડેક્સમાં થોડો ફેરફાર થાય તો પણ DA વધારો માત્ર 3% જ રહેશે.


કેટલું થશે કેન્દ્રીય કર્મચારીઓનું DA?
ડિસેમ્બર 2022નો ઇન્ડેક્સ જો સ્થિર રહે છે તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. તે પ્રમાણે 7th Pay Commission હેઠળ કુલ મોંઘવારી ભથ્થુ 41 ટકા પહોંચી જશે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2022થી 28 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. જો કોઈ કેન્દ્રીય કર્મચારીઓનો બેસિક પગાર 18000 રૂપિયા છે તો તેને ડીએ તરીકે 6 હજાર 840 રૂપિયા દર મહિને મળે છે. પરંતુ 3 ટકાનો વધારો થવા પર ડીએ 41 ટકા થશે અને કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 7 હજાર 380 રૂપિયા થઈ જશે. એટલે કે તેમાં મહિને 540 રૂપિયાનો વધારો થશે. 


આ પણ વાંચોઃ આ કંપનીએ ફરી છટણી કરતા હડકંપ, 600 કર્મચારીઓને રાતોરાત ઘરભેગા કરી નાખ્યા


વર્ષ 2023 માટે મોંઘવારી ભથ્થું ક્યારે જાહેર કરવામાં આવશે?
કેન્દ્રીય કર્મચારીઓ માટે, ભલે 31 જાન્યુઆરીએ કન્ફર્મ થશે કે તેમનો DA કેટલો વધશે. જો કે, તેની જાહેરાત માર્ચમાં કરવામાં આવશે. અમારી સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસને મળેલી માહિતી અનુસાર, 1 માર્ચ 2023ના રોજ યોજાનારી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે. માર્ચમાં મંજૂરી મળ્યા બાદ 31 માર્ચના પગારમાં ડીએ વધારો ચૂકવવામાં આવશે. ઉપરાંત, તેઓને બે મહિના (જાન્યુઆરી અને ફેબ્રુઆરી)નું એરિયર્સ મળશે. કારણ કે, ડીએ વધારો જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube