DA Hike 2025: વર્ષ 2025ની શરૂઆતની સાથે કેન્દ્રીય કર્મચારીઓેને ખુશખબર મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance- DA) વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓક્ટોબર 2024 સુધીના  AICPI ઈન્ડેક્સના આંકડા સામે આવી ગયા છે અને તેના આધાર પર DA 56% સુધી પહોંચી શકે છે. એટલે કે તેમાં ત્રણ ટકાનો વધારો જોવા મળી શકે છે. પરંતુ નવેમ્બર અને ડિસેમ્બર 2024ના આંકડાની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ નવું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી લાગૂ થવાની આશા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AICPI ઈન્ડેક્સस:  કઈ રીટે નક્કી થાય છે  DA?
મોંઘવારી ભથ્થું AICPI (All India Consumer Price Index)ના આધાર પર નક્કી થાય છે. આ ઈન્ડેક્સ દર મહિને જાહેર થાય છે અને 6 મહિના (જુલાઈ-ડિસેમ્બર) ની એવરેજ પ્રમાણે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. 


સપ્ટેમ્બર 2024: 143.3 પોઈન્ટ
ઓક્ટોબર  2024: 144.5 પોઈન્ટ


આ આંકડા અનુસાર  DA 55% ને ક્રોસ કરી ગયું છે. હવે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે. નવેમ્બરનો નંબર જાહેર થવામાં વિલંબ થયો છે. હવે ડિસેમ્બરના આંકડા 31 જાન્યુઆરી સુધી આવશે. આશા કરવામાં આવી રહી છે કે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા એક સાથે જાહેર થઈ શકે છે.


₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત


DA થી શું ફાયદો મળે છે?
મોંઘવારીનો સામનો કરવામાં રાહતઃ DA મોંઘવારીની ભરપાઈ કરે છે. 
સરકારી કર્મચારીઓના પગારમાં સુધારઃ તેનાથી કર્મચારીઓનો ખર્ચ કરવામાં યોગ્ય આવક વધે છે.
પેન્શનરોને ફાયદોઃ પેન્શન પર પણ ડીએ લાગૂ થવાથી વૃદ્ધાવસ્થામાં મદદ
સરકારી યોજના પર ભારઃ ડીએ વધારાની સીધી અસર સરકારી ખજાના પર પડે છે.


1 જાન્યુઆરી 2025થી લાગૂ થશે નવું DA
મોંઘવારી ભથ્થાના આંકડા આવ્યા બાદ તેને 1 જાન્યુઆરી 2025થી લાગૂ કરવામાં આવશે. પરંતુ તેની જાહેરાત માર્ચમાં થશે. સામાન્ય રીતે સરકાર હોળીના તહેવાર આસપાસ તેની જાહેરાત કરે છે. વર્તમાન સમયમાં 1 જુલાઈ 2024થી 53 ટકાના દરે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.