DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જલ્દી થશે જાહેરાત, જાણો પગારમાં કેટલો થશે વધારો
7th Pay Commission news: એક્સપર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. આમ થવા પર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ જશે. શૂન્ય થવાની સંભાવના નથી.
7th Pay Commission news: કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં જલ્દી વધારો થઈ શકે છે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બરમાં થશે. સૂત્રો પ્રમાણે અત્યારે લેબર બ્યૂરો ફાઇનલ નંબર આપવાની પ્રક્રિયામાં છે. એકવાર નંબર્સ ફાઇનલ થવા પર જાહેર કરવામાં આવશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સાતમાં પગાર પંચ હેઠળ આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં યોજાનારી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારા પર નિર્ણય થશે. સરકાર 3% DA વધારાની જાહેરાત કરશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધી 53 ટકા થઈ જશે.
પેન્શનરો અને કર્મચારીઓને મળે છે ફાયદો
એક્સપર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. આમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ જશે. શૂન્ય થવાની સંભાવના નથી. AICPI Index થી નક્કી થનાર DA નો સ્કોર હાલ 52.91 ટકા પર છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે જૂનના આંકડા આવે ત્યારે પણ તે માત્ર 53.29 ટકા સુધી જ પહોંચશે. એટલે કે તેને 50 થી 53 ટકા સુધી વધારી શકાય છે. મોંઘવારી ભથ્થાની ગણતરી AICPI ઇન્ડેક્સ પરથી કરવામાં આવે છે. ઈન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાંથી એકત્ર કરાયેલ ફુગાવાના આંકડા દર્શાવે છે કે ફુગાવાની સરખામણીમાં કર્મચારીઓના ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ.
DA વધવા પર કેટલો ફાયદો થશે?
તે માટે નીચે લખેલા ફોર્મ્યુલામાં તમારો પગાર ભરો. (બેસિક પે+ ગ્રેડ પે) × DA % = DA અમાઉન્ટ.
આ પણ વાંચોઃ Monetary Policy: શું વ્યાજદરમાં થશે ઘટાડો? ગુરૂવારે મોટી જાહેરાત કરી શકે છે RBI
સરળ ભાષામાં સમજો તો બેસિક સેલેરીમાં ગ્રેડ સેલેરીને જોડ્યા બાદ જે સેલેરી બને છે, તેમાં મોંઘવારી ભથ્થાના દરનો ગુણા કરવામાં આવે છે. જે પરિણામ આવે છે તેને મોંઘવારી ભથ્થું (DA) કહેવાય છે. હવે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ, ધારો કે તમારો મૂળ પગાર 18000 રૂપિયા છે અને ગ્રેડ પે 1800 રૂપિયા છે.
બંનેને ઉમેરીને કુલ 19800 રૂપિયા થયા. હવે મોંઘવારી ભથ્થામાં 53% વધારાને ધ્યાનમાં રાખીને, તે 10,494 રૂપિયા થાય છે. બધાને ઉમેરીને, તમારો કુલ પગાર 30294 રૂપિયા હતો. જ્યારે 50% DAના હિસાબે તમને 29700 રૂપિયાનો પગાર મળી રહ્યો છે. એટલે કે DAમાં 3%નો વધારો કર્યા બાદ દર મહિને 594 રૂપિયાનો ફાયદો થશે.
આ પણ વાંચોઃ 1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે મચી લૂટ, 15 રૂપિયા છે ભાવ
શું હોય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારું ભથ્થું એવા પૈસા છે જે મોંઘવારી વધવાના બદલામાં સરકારી કર્મચારીઓને જીવન સ્તરને બનાવી રાખવા માટે આપવામાં આવે છે. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. તેની ગણતરી દેશના વર્તમાન મોંઘવારી ભથ્થા અનુસાર દર છ મહિના પર કરવામાં આવે છે. તેની ગણના પગાર ધોરણના આધાર પર કર્મચારીઓના મૂળ વેતન પ્રમાણે કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ-અલગ હોઈ શકે છે.
ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ શું છે?
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ અને બીજી જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે.