7th Pay Commission: સપ્ટેમ્બરના પગારમાં મળશે Double Bonanza! આટલો થશે વધારો
કેંદ્રીય કર્મચારીને લાંબા સમય બાદ હવે બેસિક સેલરીના 28 ટકા મોઘવારી ભથ્થું (DA Hike) મળવા લાગ્યું છે. આ સાથે જ કર્મચારીઓના HRA પણ વધી ગયા છે. ત્યારબાદ આ મહિને એટલે કે કર્મચારીઓનો સપ્ટેમ્બરનો પગાર હવે Double Bonanza સાથે આવશે.
નવી દિલ્હી: 7th Pay Commission Latest Updates: કેંદ્રીય કર્મચારીને લાંબા સમય બાદ હવે બેસિક સેલરીના 28 ટકા મોઘવારી ભથ્થું (DA Hike) મળવા લાગ્યું છે. આ સાથે જ કર્મચારીઓના HRA પણ વધી ગયા છે. ત્યારબાદ આ મહિને એટલે કે કર્મચારીઓનો સપ્ટેમ્બરનો પગાર હવે Double Bonanza સાથે આવશે.
DA સાથે HRA પણ વધ્યું
સરકારે મોંઘવારી ભથ્થાની સાથે કેંદ્રીય કર્મકહરીના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં પણ વધારો કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે નિયમો અનુસાર HRA એટલા માટે વધારાવામાં આવ્યું છે કારણ કે, મોંઘવારી ભથ્થું 25 ટકથી વધુ થઇ ગયું છે. એટલા માટે કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ એલાઉન્સને પણ વધારીને 27 ટકા કરી દેવામાં આવ્યું છે.
Boycut બાલ-સ્કૂલ યૂનિફોર્મમાં નટખટ બાળકી કોણ? હવે બની ગઇ છે બોલીવુડની ક્વીન
જોકે અસલ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરએ 7 જુલાઇ 2017 ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થઇ જશે. તો હાઉસ HRA ને રિવાઇઝ કરવામાં આવશે. 1 જુલાથી મોંઘવારી ભથ્થું 2 8ટકા થઇ ગયું છે, એટલા માટે HRA ને રિવાઇઝ કરવું જરૂરી છે.
શહેરો મુજબ મળાશે HRA
સરકારી આદેશ અનુસાર HRA ને શહેરો મુજબ ત્રણ વર્ગમાં વહેંચવામાં આવ્યું છે- - X, Y અને Z રિવીઝન બાદ X કેટેગરી શહેરો માટે HRA બેસિક પે 27 ટકા થશે, આ પ્રકારથી Y કેટેગરી શહેરો માટે HRA બેસિક પેના 18 ટકા હશે જ્યારે Z કેટેગરી શહેરો માટે બેસિક પે ના 9 ટકા થશે.
Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?
જાણો હવે કેટલું વધશે HRA
ઉદાહરણ દ્વારા સમજો કે જો કોઇ શહેરની વસ્તી 5 લાખને પાર કરી જાય છે તો તે Z કેટેગરીથી Y કેટગરીમાં અપગ્રેડ થઇ જાય છે. એટલે કે ત્યાં 9% ના બદલે 18% HRA મળવા લાગશે. જે પ્રકારે શહેરની વસ્તી 50 લાખથી વધુ હોય છે, તે X કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ એલાઉન્સ 5400, 3600 અને 1800 રૂપિયા થશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરઅન અનુસાર, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા પહોંચી જશે તો HRA X, Y અને Z શહેરો માટે 30 ટકા, 20 ટકા અને 10 ટકા કરી દેવામાં આવશે.
Knowledge Story: ભારતીય કરન્સી આગળ પાકિસ્તાનની બસ આટલી વેલ્યૂ, 1 લીટર ખરીદવું પણ મોંઘુ
કુલ મળીને કેટલી વધશે સેલરી
7મા પગાર આયોગ પે મેટ્રિક્સના હિસાબથી કેંદ્ર સરકારના કર્મચારીની ન્યૂનતમ બેસિક 18,000 રૂપિયા થાય છે. આ 18,000 ની બેસિક સેલરી પર કેંદ્રીય કર્મચારીઓને 17 ટકાના મુજબ હિસાબે તેમને જૂન 2021 સુધી 3060 રૂપિયા DA મળી રહ્યું હતું. જુલાઇ 2021 પછી તેમને 28 ટકા મોંઘવારી ભથ્થાના મુજબથી 5040 રૂપિયા દર મહીને મળવા લાગ્યા છે. એટલે કે 1980 રૂપિયા (5040-3060=1980) વધુ રકમ મંથલી સેલરીમાં ઉમેરીને મળી રહી છે. આ મુજબથી પેંશનર્સનું પેંશન પણ નક્કી થશે. કર્મચારી પોતાના બેસિક પેંશન મુજબથી કેલક્યુલેટ કરી શકે છે. ડીએ વધ્યા બાદ સેલરીમાં કેટલો વધારો થશે.
આટલી વધી જશે સેલરી
કુલ મળીને તમને જણાવી દઇએ કે ન્યૂનતમ DA વધારો 5040 રૂપિયા થશે અને ન્યૂનતમ HRA વધારો દર મહિને 1800 રૂપિયા થશે. એટલે કે સપ્ટેમ્બરમાં આવનારી સેલરીમાં 6840 રૂપિયા (5040+1800) નો વધારો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube