નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે તિજોરી ખોલી દીધી છે. જાન્યુઆરી 2023 માટે મોંઘવારી ભથ્થુ (dearness allowance)વધીને 42% થઈ ચુક્યું છે. હવે આગામી તૈયારીનો વારો છે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું (DA Hike)રિવાઇઝ થાય છે. હવે જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જાન્યુઆરીથી જૂન સુધીના પીરિયડ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈમાં કરવામાં આવશે. તેનો આધાર પર CPI-IW આંકડા હશે. જાન્યુઆરીનો આંકડો આવી ગયો છે. હવે ફેબ્રુઆરીના નંબર આવશે, જે 31 માર્ચે આવશે. તેમાં કેટલી તેજી આવશે તે જોવાનું રહેશે. પરંતુ એટલું નક્કી છે કે જુલાઈમાં વધારાની તૈયારી થઈ ચુકી છે. એક્સપર્ટ માની રહ્યાં છે કે આગળ પણ 4 ટકાનો વધારો નક્કી છે તેની પાછળ લોજીક અને કારણ બંને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી મોંઘવારી ભથ્થામાં થશે 4 ટકાનો વધારો
અત્યારે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 42 ટકા છે. તેને 24 માર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે 4 ટકાનો વધારો કરવામાં આવ્યો. આ પહેલાં 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું હતું. જાન્યુઆરી 2023 માટે AICPI ઇન્ડેક્સના આંકડા આવવા લાગ્યા છે. જાન્યુઆરી ઈન્ડેક્સ 0.5 પોઈન્ટ વધ્યો છે. મતલબ કે મોંઘવારી ભથ્થામાં આગામી વધારો નિશ્ચિત છે. આ વધારો જાન્યુઆરીથી જૂન દરમિયાન CPI-IW નંબરો પર થશે. ઓક્ટોબર મહિનામાં તેની જાહેરાત કરવામાં આવશે. પરંતુ, તેનો અમલ 1 જુલાઈ 2023થી થશે.


3 એપ્રિલે ખુલશે Avalon Technologies નો આઈપીઓ, રોકાણ કરતા પહેલાં જાણો જરૂરી વાતો


31 માર્ચે આવશે નવો આંકડો
ફેબ્રુઆરી 2023માં ઈન્ડેક્સ કેવો રહે છે, તેનો નિર્ણય 31 માર્ચે થશે. 31 માર્ચની સાંજે શ્રમ મંત્રાલય અધીન લેબર બ્યૂરો ઈન્ડેક્સ નંબર જારી કરશે. આ નંબરના આધારે આગળની ગણતરી જોવા મળી શકે છે. ત્યાં સુધી તે માનીને ચાલો કે ઈન્ડેક્સના નંબરના આધાર પર મોંઘવારી ભથ્થામાં 3-4 ટકાનો વધારો નક્કી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube