DA Hike For Central Government Employees: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. તે જે વસ્તુની રાહ જોઈ રહ્યાં હતા, તે ઘડી આવવાની છે. સરકાર જલ્દી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ મહિને મોટી ભેટ મળી શકે છે. મહિનાની શરૂઆત નવા આંકડા સાથે થશે. જુલાઈ 2024 માટે AICPI ઈન્ડેક્સના નંબર જાહેર થશે. આશા કરવામાં આવી રહી છે કે તેમાં વધારો જોવા મળી શકે છે. પરંતુ તેનાથી ખાસ જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત આ મહિને થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DA Hike: હવે થશે જાહેરાત
7માં પગાર પંચ હેઠળ પગાર લઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી  ભથ્થું વધવાનું નક્કી છે. જાન્યુઆરી 2024થી જૂન 2024ના AICPI ઈન્ડેક્સના નંબર્સ પર મોંઘવારી ભથ્થું નક્કી થઈ ગયું છે. પરંતુ તેની ઔપચારિક જાહેરાત થઈ નથી. કેન્દ્ર સરકાર જલ્દી તેને મંજૂરી આપી શકે છે. સૂત્રો પ્રમાણે આ મહિને તેની જાહેરાત થઈ શકે છે. 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી શકે છે. 


મોંઘવારી ભથ્થામાં કેટલો થશે વધારો?
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાનો છે. અત્યારે જાન્યુઆરી 2024થી તેને 50 ટકા ડીએ મળી રહ્યું છે. પરંતુ તેમાં 3 ટકા વધારો થશે તો તે 53 ટકા થઈ જશે. AICPI ઈન્ડેક્સ પ્રમાણે જૂન 2024 સુધી કુલ મોંઘવારી ભથ્થું 53.36 ટકા પહોંચ્યું છે. પરંતુ સરકાર દશમ અંકની ગણતરી કરતી નથી. તેથી તેમાં 3 ટકાનો વધારો થશે. 


કેવો રહ્યો 6 મહિનાનો AICPI ઈન્ડેક્સ?


મહિનો ઈન્ડેક્સના આંકડા  મોંઘવારી ભથ્થું 
જાન્યુઆરી 2024 138.9 પોઈન્ટ 50.84 ટકા
ફેબ્રુઆરી 2024 139.2 પોઈન્ટ 51.44 ટકા
માર્ચ 2024 138.9 પોઈન્ટ 51.95 ટકા
એપ્રિલ 2024 139.4 પોઈન્ટ 52.43 ટકા
મે 2024 139.9 પોઈન્ટ 52.91 ટકા
  જૂન 2024       141.4 પોઈન્ટ 53.36 ટકા

કેટલો વધશે પગાર?
7th Pay Commission પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓને લેવલ-1 પર બેસિક સેલેરી 18000 રૂપિયાથી શરૂ થઈને 56900ના મહત્તમ બ્રેકેટમાં છે. આ આધાર પર નીચે આપવામાં આવેલી ગણતરી જુઓ...


1. કર્મચારીનો મૂળ પગાર        રૂ. 18,000
2. નવું મોંઘવારી ભથ્થું (53%)  રૂ 9540/મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (50%)   રૂ 9000/મહિને છે.
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 9540-9000 =   રૂ 540/મહિને
5. 6 મહિના માટે પગારમાં વધારો 540X6=  રૂ. 3240


મહત્તમ મૂળભૂત પગાર રૂ. 56900 પર ગણતરી
1. કર્મચારીનો મૂળ પગાર રૂ 56,900
2. નવું મોંઘવારી ભથ્થું (53%) રૂ. 30,157/મહિને
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (50%) રૂ. 28,450/મહિને છે.
4. મોંઘવારી ભથ્થું 30,157-28,450 = રૂ 1707/મહિને કેટલું વધ્યું?
5. 6 મહિના માટે પગારમાં વધારો 1707X6= રૂ. 10,242


(નોંધ: આ ગણતરી અંદાજના આધારે કરવામાં આવી છે. તેમાં અન્ય ભથ્થાં ઉમેરીને અંતિમ પગારની રચના કરવામાં આવે છે.)


PM મોદીની કેબિનેટ કરશે નિર્ણય
નાણા મંત્રાલય (Finance Ministry) નો ખર્ચ વિભાગ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી થનાર નાણાકીય બોઝની સાથે પ્રસ્તાવ મોકલશે. આ પ્રસ્તાવને કેબિનેટમાં રાખવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ મોંઘવારી ભથ્થા પર જાહેરાત થશે. વર્તમાન વ્યવસ્થામાં 1 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનરોને સાતમાં પગાર પંચ હેઠળ 50 ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળી રહ્યાં છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવે છે. આ પહેલા માર્ચ 2024માં મોંઘવારી ભથ્થું 4 ટકા વધારી 50 ટકા કરી દેવામાં આવ્યું હતું. તે 1 જાન્યુઆરી 2024થી લાગૂ છે.