DA Hike news today: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારૂ વર્ષ શાનદાર રહેવાનું છે. ન્યૂ યર ગિફ્ટ તરીકે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (dearness allowance)ની ભેટ મળશે. તે માટે માર્ચ મહિના સુધી રાહ જોવી પડશે પરંતુ આ પહેલા 31 ડિસેમ્બરે ખુશખબર મળવાની છે. હકીકતમાં AICPI ઈન્ડેક્સના નંબર 31 ડિસેમ્બર સુધી જારી થઈ જશે. તેનાથી તે અંદાજ આવી જશે કે જાન્યુઆરી 2024 માટે વધેલું મોંઘવારી ભથ્થું કેટલું પહોંચ્યું છે. વર્તમાન નંબર્સ જુઓ તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 49 ટકા પહોંચી ગયું છે. પરંતુ આ ઓક્ટોબર AICPI ઈન્ડેક્સના નંબર્સના આધારે છે. હવે એક સપ્તાહ બાદ નવેમ્બરના આંકડાઓ જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી કેટલે પહોંચ્યો ઈન્ડેક્સ?
AICPI  ઈન્ડેક્સનો નંબર ઓક્ટોબર 2023 સુધી 138.4 પોઈન્ટ પહોંચી ગયો છે. તેમાં સપ્ટેમ્બરની તુલનામાં 0.9 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. તેના આધાર પર મોંઘવારી ભથ્થાનો કુલ સ્કોર 49.08 ટકા પહોંચી ગયો છે. અનુમાન છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ખાવા-પીવાની મોંઘવારીને કારણે ઈન્ડેક્સમાં તેજી જોવા મળશે. આરબીઆઈ ગવર્નર પણ તેનો ઈશારો કરી ચુક્યા છે. તેનાથી મોંઘવારી ભથ્થામાં 1.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 


4 કે 5 ટકા- મોંઘવારી ભથ્થામાં કેટલો થશે વધારો?
જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થું 4 કે 5 ટકા વધી શકે છે. અત્યાર સુધીના આંકડાનો અંદાજ લગાવવામાં આવે તો 4 ટકાનો વધારો નક્કી છે. પરંતુ એક્સપર્ટ માને છે કે જો નવેમ્બર અને ડિસેમ્બર ઈન્ડેક્સમાં ઉછાળો આવે તો 5 ટકા વધારાનો ઈનકાર કરી શકાય નહીં. વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી શકે છે. તેવામાં તેમાં પાંચ ટકાનો વધારો જોવા મળશે. જો ઈન્ડેક્સમાં 4 ટકાનો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 50 ટકા થશે. 


આ પણ વાંચોઃ ત્રણ મહિનામાં સારી કમાણી કરવી હોય તો આ Smallcap Pharma Stock માં લગાવો દાવ


49% ને ક્રોસ કરી ચુક્યું છે મોંઘવારી ભથ્થું
AICPI ઈન્ડેક્સમાં અત્યાર સુધી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના નંબર જાહેર થયા છે. ઈન્ડેક્સ 138.4 પોઈન્ટ છે. તેનાથી ગણતરી થવા પર મોંઘવારી ભથ્થાનો સ્કોર 49.08 ટકા પહોંચી ગયું છે. નવેમ્બરમાં આ આંકડો 50 ટકાને પાર થવાનું અનુમાન છે. ત્યારબાદ ડિસેમ્બરમાં પણ જો ઈન્ડેક્સ 0.54 ટકાથી વધુ છે તો મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી શકે છે. ડિસેમ્બર 2023 AICPI ઈન્ડેક્સના નંબર્સ જ ફાઈનલ ડીએના નંબર નક્કી કરશે. 


DA Hike થશે જોરદાર
મોંઘવારી ભથ્થાની ગણતરી બાકીના મહિનામાં મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચવાનો ઈશારો મળી રહ્યો છે. 


Month/ Year CPI(IW) BY2016=100 DA% Monthly Increase
January 2023 132.8
February 2023 132.7
March 2023 133.3
April 2023 134.2
May 2023 134.7
June 2023 136.4
July 2023 139.7
August 2023 139.2
September 2023 137.5
October 2023 138.4
November 2023 49.69
December 2023 50.60

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube