7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સંભવ, જાણો વિગત
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે. અત્યારના ડેટા પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સંભવ છે.
7th pay commission: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ખુશીના સમાચાર મળવાના છે. જાણવા મળી રહ્યું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી વધારો થવાનો છે. જાણકારી પ્રમાણે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળવાના છે. કેન્દ્રીય કર્મચારીઓનો AICPI ઈન્ડેક્સ આશરે 139.1 સુધી પહોંચી ગયો છે. તેવામાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. ત્યારબાદ કર્મચારીઓનું ડીએ 46 ટકાથી વધુ 50 ટકા થઈ જશે. ડીએમાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.
નોંધનીય છે કે શ્રમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા AICPI ઈન્ડેક્સના આંકડા જુલાઈથી નવેમ્બર સુધીના લેવામાં આવ્યા છે. તેવામાં ડીએમાં વધારા બાદ હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ ત્રણ ટકાના વધારાનું અનુમાન છે. પરંતુ નાણા વિભાગના મેમોરેડમ અનુસાર ડીએ 50 ટકાથી વધુ થવા પર HRA માં પણ વધારો થશે.
આ પણ વાંચોઃ માત્ર 25 દિવસમાં પૈસા ડબલ, 3 પેની સ્ટોકનો કમાલ, ઈન્વેસ્ટરો માલામાલ
HRA માં 3 ટકાનો વધારો સંભવ
વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકા ડીએ અને 27% HRA નો લાભ મળી રહ્યો છે. નવા વર્ષમાં જાન્યુઆરી 2024 માટે ડીએના નવા રેટની જાહેરાત માર્ચમાં થઈ શકે છે. એટલે કે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો સંભવ છે. ત્યારબાદ આ ડીએ વધીને 50 ટકા થઈ જશે. તેવામાં ડીએમાં વધારા બાદ હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે HRA 27 ટકાથી વધી 30 ટકા થઈ જશે. હવે નાણા વિભાગના મેમોરેડમ અનુસાર ડીએ 50 ટકાને પાર થવા પર એચઆરએ 30 ટકા, 20 ટકા અને 10 ટકા થઈ જશે.
અત્યારે કેટલું મળે છે HRA
જાણકારી પ્રમાણે સરકારી કર્મચારી જે જિલ્લામાં કાર્યરત હોય છે, તે શહેર પ્રમાણે તેને એચઆરએ આપવામાં આવે છે. નોંધનીય છે કે એચઆરએની ત્રણ કેટેગરી હોય છે. જેમાં 50 લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓ 'X' કેટેગરીમાં આવે છે અને 5 લાખથી વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓ 'Y' કેટેગરીમાં આવે છે, આ ઉપરાંત 5 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો 'Z' કેટેગરીમાં આવે છે. જેમાં 3 કેટેગરીઓ માટે ન્યૂનતમ HRA 5400 રૂપિયા, 3600 રૂપિયા અને 1800 રૂપિયા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube