નવી દિલ્હીઃ DCX Systems IPO: વધુ એક કંપની બજારમાં રોકાણકારો માટે આઈપીઓ લાવવાની છે. બેંગલુરૂ બેસ્ડ ડીસીએક્સ સિસ્ટમ્સનો આઈપીઓ (DCX Systems IPO) આગામી સપ્તાહે ખુલવાનો છે. કંપનીનો આઈપીઓ 31 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો 2 નવેમ્બર સુધી આઈપીઓ માટે અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ
DCX Systems કંપનીએ આઈપીઓ માટે 197 રૂપિયાથી 207 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપની આ આઈપીઓ દ્વારા ભેગી કરેલી રમકનો ઉપયોગ પીપેમેન્ટ અને વર્કિંગ કેપિટલની જરૂરીયાતને પૂરી કરવા માટે કરવાની છે. સબ્સિડિયરી રેનિયલ એડવાન્સ સિસ્ટમ્સમાં રોકાણ, કેપિટલ એક્સપેન્ડિચર ખર્ચ અને જનરલ કોર્પોરેટ જરૂરીયાતનેપૂરી કરવા માટે પણ આઈપીઓ દ્વારા ભેગી કરેલી રકમનો ખર્ચ કરવામાં આવશે. 


ગ્રે માર્કેટમાં કેવો છે રિસ્પોન્સ
DCX Systems નો આઈપીઓ ખુલતા પહેલા તેના શેરોને ગ્રે માર્કેટમાં શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. કંપનીના શેર 88 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે એટલે કે જો રોકાણકારોને અપર પ્રાઇઝ બેન્ડ પર શેર અલોટ થાય તો 88 રૂપિયાના પ્રીમિયમ પર લિસ્ટ થવાથી દરેક શેર પર 88 રૂપિયાનો ફાયદો મળી શકે છે. જો શેર 88 રૂપિયાના ઓછામાં ઓછા પ્રીમિયમ પર લિસ્ટ થાય તો તેનું લિસ્ટિંગ 295 રૂપિયા પર થઈ શકે છે. 


આ પણ વાંચોઃ સોનાના ભાવમાં તેજી, ખરીદતા પહેલા જાણી લો આજની લેટેસ્ટ કિંમત


શું કરે છે કંપની
ડીસીએક્સ સિસ્ટમ્સ કેબલ્સ અને વાયર હોર્નેસ એસેબલીઝ પ્રોડક્ટ્સ બનાવે છે. ડીસીએક્સ સિસ્ટમ્સના શેરોનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ બંને પર થશે, જે 11 નવેમ્બરે થવાનું અનુમાન છે. 


શું છે આઈપીઓની સાઇઝ
ડીસીએક્સ સિસ્ટમ્સ આઈપીઓ દ્વારા બજારથી 500 કરોડ રૂપિયા ભેગી કરી રહી છે અને તેમાંથી 400 કરોડ રૂપિયા ફ્રેશ ઈશ્યૂ દ્વારા ભેગા કરવામાં આવશે. જ્યારે કંપનીના પ્રોમોટર્સ એનસીબીજી હોલ્ડિંગ (NCBG Holdings Inc) અને વીએનજી ટેક્નોલોજી (VNG Technology) ઓફર ફોર સેલ દ્વારા પોતાની ભાગીદારી વેચી 100 કરોડ રૂપિયા ભેગા કરશે. 


આઈપીઓની અન્ય જાણકારી
એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસેઝ, એક્સિસ કેપિટલ અને સૈફ્રોન કેપિટલ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. 


10 ટકા કોટા રિટેલ રોકાણકારો માટે
આઈપીઓમાં 75 ટકા કોટા એન્કર ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. 15 ટકા બિન સંસ્થાગત રોકાણકારો માટે અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 72 શેરના એક લોટ માટે અરજી કરી શકે છે અને તે માટે તમારે 14,904 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube