નવી દિલ્હીઃ Income Tax Return Deadline: ઇનકમ ટેક્સ વિભાગે કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ  2020-21 માટે આઈટી રિટર્ન ભરવાની ડેડલાઇન આગળ વધારી દીધી છે. તેનાથી ન માત્ર વ્યક્તિગત કરદાતાને રાહત મળશે પરંતુ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપારીઓ ઉપરથી કંપ્લાયન્સનો ભાર પણ ઓછો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇનકમ ટેક્સ નિયમ પ્રમાણે વ્યક્તિગત કરદાતા જે માર્ચ 31 ના સમાપ્ત થયેલા પાછલા નાણાકીય વર્ષ (2020-21) માટે ITR-1 કે ITR 4 ભરે છે, તેણે 31 જુલાઈ સુધી ભરી દેવાનું હોય છે. કંપનીઓ અને ફર્મ જેના એકાઉન્ટનું ઓડિટ જરૂરી હોય છે, તેના માટે આ ડેડલાઇન 31 ઓક્ટોબર હોય છે. પરંતુ કરદાતાની સુવિધાને ધ્યાનમાં રાખતા તારીખ આગળ વધારી દેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ જામનગરમાં બનશે ગ્રીન એનર્જી હબ, રિલાયંસ કરશે 60 હજાર કરોડનું રોકાણ, સૌથી સસ્તો ફોન લોંચ કર્યાનો કંપનીનો દાવો


ITR ની નવી ડેડલાઇન
વ્યક્તિગત કરદાતા હવે નાણાકીય વર્ષ 2020-2021 નું આવકવેરા રિટર્ન 31 જુલાઈની જગ્યાએ 30 સપ્ટેમ્બર સુધી ભરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ કંપનીઓ માટે રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન 31 ઓક્ટોબરથી વધારી 30 નવેમ્બર 2021 કરી દીધી છે. 


રિવાઇઝ઼્ડ રિટર્ન માટે નવી ડેડલાઇન
કોઈ ટેક્સપેયર જેણે પોતાનું રિટર્ન ડેડલાઇન બાદ પણ નથી ભર્યું તે Belated ITR ફાઇલ કરી શકે છે, પરંતુ તે માટે પેનલ્ટી ભરવી પડશે.  Belated ITR or Revised ITR ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે. 


ફોર્મ-16 ઇશ્યૂ કરવાની ડેડલાઇન
એક સર્કુલર પ્રમાણે CBDT એ એમ્પલોયર તરફથી કર્મચારીને અપાતા ફોર્મ 16 આપવાની ડેડલાઇન પણ વધારી 15 જુલાઈ કરી દીધી છે. આ પહેલા છેલ્લી તારીખ 15 જૂન હતી. 


આ પણ વાંચોઃ અમદાવાદ સ્ટેશન પરથી ફરીથી દોડશે આ 18 ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત 


નવી ટેક્સ સિસ્ટમ
સરકારે 1 એપ્રિલ 2020થી કરદાતાઓ માટે એક નવી ટેક્સ સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે શું બદલાશે, ક્યા ટેક્સપેયર માટે તે ફાયદાકારક છે અને કોણે તેની પસંદગી ન કરવી જોઈએ, તે સમજવુ જરૂરી છે. પહેલા સમજો નવો સ્લેબ શું છે. 


 વાર્ષિક 2.50 લાખની આવક સુધી કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.
2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધી વાર્ષિક કમાણી પર 5 ટકા ટેક્સ લાગશે.
5-7.5 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી પર 10 ટકા ટેક્સ લાગશે.
7.5-10 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી પર 10 ટકા ટેક્સ લાગશે.
10-12.5 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગશે.
12.5-15 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી પર 25 ટકા ટેક્સ લાગશે. 
15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ભરવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube