ઝી બ્યૂરો, અમદાવાદઃ પરિવારનો કમાઈ અને મોભી સભ્યના મૃત્યુ બાદ પાછળના લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય છે. પરંતુ તેના માટે કેટલા રોકાણ કરવામાં આવે છે.પરંતુ યોગ્ય માર્ગદર્શન ન હોવાથી તેનો લાભ પરિવારજનોને મળતો નથી. કોરોનાની બીજ લહેરમાં અનેક પરિવાર વેર વિખેર થઈ ગયા છે.જેના પર સંપૂર્ણ આધાર હોય તેવા મોભીને ગુમાવી પરિવાર નિરાધાર બન્યા છે.મુશ્કેલી એટલી વધી કે તૈયારીનો સમય પણ નથી મળ્યો.ત્યારે પરિવાર માટે માત્ર એક જ આધાર બચે છે તેમના મોભી કરેલા રોકાણ અને બચત છે.પરંતુ મોભીના મૃત્યુ બાદ તેનો લાભ લેવામાં પણ પરિવારને ભારે મુશ્કેલી પડતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે લોકો ભવિષ્ચમાં કોઈ મુશ્કેલી આવે તો તેને પહોંચી વળવા બચત કરતા હોય છે.જેમાં મુખત્વ બેંક ખાતામાં રૂપિયા રાખતા હોય, તો કેટલાક લોકો મ્યૂચ્યઅલ ફંડ કે શેરમાં રોકાણ કરતા હોય છે.રોકાણ કરનાર હયાત હોય તો તે પરત મેળવવામાં કોઈ મુશ્કેલી નથી પડતી.પરંતુ જો રોકાણ કરનાર વ્યક્તિનું નિધન થાય તો પછી પરિવારજનોને કેવી રીતે લાભ મળે.તો આ જોઈએ કેવી સ્થિતિમાં કેવી રીતે લાભ મળી શકે તેની વિસ્તૃત માહિતી.


નોમિની હોય તો અને નોમિની ન હોય તો બેન્કમાં કેવી રીતે ક્લેઈમ કરશો
મૃતકના ખાતામાં પરિવારજન નોમિની તરીકે હોય તો બેંક મૃત્યુ પ્રમાણપત્ર, ખાતાના દસ્તાવેજ , મૃતક સાથેનો સંબંધ સાબિત કરતા દસ્તાવેજની સાથે ક્લેઈમ ફોર્મ જમા કરી નાણાં નોમિનીના ખાતામાં જમા કરે છે.પરંતુ જો મૃતકે બેન્ક ખાતામાં નોમિની ન નેમ્યા હોય તો કોર્ટમાં કાનૂની વારસનું પ્રમાણપત્ર બનાવવું પડે છે.જેના બેન્કમાં ક્લેઈમના ફોર્મ સાથે જમા કરવું પડશે.ત્યાર બાદ જો વારસદાર સાથે મતભેદ ન હોય અને રકમ નાની હોય તો સરળતાથી લાભ મળી જશે.પરંતુ જો વારસદાર સાથે મતભેદ હોય તો ક્લેઈમની રકમની કોર્ટ ફાળવણી કરશે.


જોઈન્ટ એકાન્ટમાં પણ ધ્યાન રાખવું જરૂરી
જો જોઈન્ટ એકાન્ટ હોય તો એક ખાતાધારકના મૃત્યુ બાદ બીજો તેનો ઉપયોગ કરી શકે છે.પરંતુ જોઈન્ટ એકાન્ટના લોકરમાં પડેલી સંપત્તીમા મુશ્કેલી આવી શકે છે.જો બીજા ખાતા ધારકને તેની સત્તા ન આપેલી હોય તો લોકરમાં પડેલી સંપત્તી કાઢવા કાનૂની કાર્યવાહી કરવી પડે.જેમાં કાનૂની પ્રક્રિયા મુજબ વારસાનું પ્રમાણપત્ર બનાવવું પડે અને તેના જોઈન્ટ ખાતાને તમારા નામે ટ્રાન્સફર કરાવી શકાશે


મ્યૂચ્યુઅલ ફંડ યુનિટી ટ્રાન્સફર કેવી રીતે કરવા
મૃતકે મ્યૂચ્યુઅલ ફંડમાં નોમિની રાખ્યા હોય તો AMC ટ્રાંસમિશન ફોર્મ, નોમિનાના પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક બેલેસ અને રોકાણકારના મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું રહેશે.બંધુ બરાબર હોય તો 2થી 3 અઠવાડિયામાં નોમિનાના નામે મ્યૂચ્યુઅલ ફંડનૌ પોર્ટફોલિયો ટ્રાન્સફર થઈ જશે.અને જો નોમિની ન હોય તો ઉપરના તમામ દસ્તાવેજો સહિત કાનુની વારસાહી અને ઉપરી અધિકારીનું પ્રમાણપત્ર જરૂર આપવું પડશે.અને જો રોકાણ બે લાખ રૂપિયાથી વધુ છે તો એક નોટરાયીઝડ પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે.


શેર યૂનિટી ટ્રાન્સફર કેવી રીતે કરવા
જો નોમિની કરવામાં આવ્યા હોય તો ડિમેટ ખાતમાં રાખલે શેર-બોન્ડ્રસ – ડિબેન્ચરનો લાભ લેવા માટે ટ્રાસમિશન ફોર્મ પાનકાર્ડ, આધારકાર્ડ , બેન્કના કેન્સલ ચેક,ડિમેટના ક્લાઈન્ટ માસ્ટર લિસ્ટની સાથે મૃતકનું પ્રમાણપત્ર નોટરી કરેલ બ્રોકરેજ ફોર્મ આપવાનું રહેશે.જો ડિમેટ ખાતામાં કોઈ નોમિની ન હોય અને રોકાણ 5 લાખતી ઓછું છે તો કાનૂની વારિસને ટ્રાસમિશનની યાદી, નોટરી કરેલ મૃત્યુ પ્રમાણપત્ર તથા સ્વયંના ડિમેટના ક્લાંઈન્ટ માસ્ટર લિસ્ટ આપવાનું રહેશે.અને જો રોકાણ 5 લાખથી વધુ છે તો ઉપરના તમામ ડોક્યમેન્ટ સહિત ક્ષતિ પૂર્તિ પત્ર, અન્ય વારસ દ્વારા અનુમતિપત્ર પણ આપવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube