Bank Holiday: વર્ષ 2024નો છેલ્લો મહિનો ચાલું છે અને વર્ષ 2025 શરૂ થવામાં માત્ર 15 દિવસ બાકી છે. આ વર્ષના છેલ્લા મહિનો ડિસેમ્બરમાં બેંકોમાં 17 રજાઓ નક્કી કરવામાં આવી હતી અને તેમાંથી અડધી રજાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આવનારા 15 દિવસમાં તમારે તમારી બેંકનું કામ પૂર્ણ કરવા માટે ઘણી યોજનાઓ બનાવવી પડશે. દેશની ઘણી બેંકોમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તારીખે બેંક રજાઓ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રિઝર્વ બેંક દર વર્ષે બેંકની રજાઓ જાહેર કરે છે અને તેમાં દર મહિનાની રજાઓની વિગતો સામેલ કરવામાં આવે છે. આરબીઆઈની બેંક હોલિડે લિસ્ટના આધારે, તમે અહીં જાણી શકો છો કે ડિસેમ્બરના આગામી દિવસોમાં બેંકોમાં ક્યારે રજાઓ રહેશે.


જાણો કયા દિવસ અને કઈ તારીખે બેંકોમાં રહેશે રજાઓ...


  • 18 ડિસેમ્બર એટલે કે બુધવારે યુ સોસો થમની પુણ્યતિથિએ મેઘાલયમાં બેંકો બંધ

  • 19મી ડિસેમ્બર એટલે કે ગુરુવારે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંકો બંધ

  • 24મી ડિસેમ્બર ગુરુવાર નાતાલના આગલા દિવસે મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેંકો બંધ

  • 25મી ડિસેમ્બર એટલે કે બુધવારે નાતાલના અવસર પર સમગ્ર ભારતમાં બેંકો બંધ

  • 26મી ડિસેમ્બર એટલે કે ગુરુવારે નાતાલની ઉજવણીને કારણે કેટલાક રાજ્યોમાં બેંકની રજા

  • 27મી ડિસેમ્બર એટલે કે શુક્રવાર નાતાલની ઉજવણીના કારણે કેટલીક જગ્યાએ બેંકો બંધ

  • 30મી ડિસેમ્બરે એટલે કે સોમવારે યુ કિઆંગ નાંગબાહના અવસર પર મેઘાલયમાં બેંકો બંધ

  • 31મી ડિસેમ્બર એટલે કે મંગળવારે નવા વર્ષની પૂર્વ સંધ્યા/લોસોંગ/નમસુંગને કારણે મિઝોરમ અને સિક્કિમમાં બેંકો બંધ


તેના સિવાય સાપ્તાહિક રજાઓ પણ છે.


  • ડિસેમ્બરમાં બાકી બચેલા રવિવારનો દિવસ એટલે કે 22, 28, 29 ડિસેમ્બરે સાપ્તાહિત રજા એટલે કે શનિવાર-રવિવારના કારણે બેંક બંધ રહેશે.


નાણાકીય કાર્ય માટે બીજા ઘણા વધુ વિકલ્પો ઉપલબ્ધ
પોતાના નાણાંકીય કામકાજ માટે તમારી પાસે બેંકોમાં ફિજિકલ વિજિટ સિવાય પણ ઘણા ઓપ્શન છે, જેવા કે તમે નેટબેકિંગનો ઉપયોગ કરી શકો છો અને ફોન બેકિંગ મારફતે પણ પોતાના નાણાંકીય કામ પુરા કરી શકો છો. તમારા પાસે ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈનો પણ ઓપ્શન છે અને તેના મારફતે પૈસા પણ મોકલી શકો છો અને મંગાવી શકો છો.