નવી દિલ્હીઃ જો તમને પણ તમારી વર્તમાન નોકરીની કમાણીથી ઘર ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. તો અમે તમને એવા કામ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેનાથી તમે દર મહિને સારી કમાણી કરી શકો છો. આ કામને તમે નોકરીની સાથે પણ કરી શકો છો. કારણ કે આ કામને આશરે 1-2 કલાકમાં પૂરી કરી શકાય છે. આવો આ બિઝનેસ વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ બિઝનેસ કરવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે રોકાણ કરવા માટે વધુ પૈસા નથી તો તમે ડેકોરેશનનું કામ કરી શકો છો. હકીકતમાં આજકાલ બર્થ-ડેથી લઈને એનિવર્સરી સુધી નાના-મોટા ફંક્શનમાં પણ ખુબ ડેકોરેશન કરાવવામાં આવે છે. માત્ર મોટા શહેરો જ નહીં નાના શહેરમાં પણ આ ચલણ છે. નાના બાળકોનો જન્મ દિવસ તો ભવ્ય રીતે ઉજવવામાં આવતો હોય છે. તેવામાં ડેકોરેશનના બિઝનેસનું માર્કેટ ખુબ મોટું છે.


આ પણ વાંચોઃ Power Stock: 1 રૂપિયાના બની ગયા 5000, રોકાણકારો થઇ ગયા ન્યાલ, હવે મળશે 1 ફ્રી શેર


આ રીતે શરૂ કરો બિઝનેસ
તમે આ બિઝનેસને નાના અને મોટા બંને સ્તરે શરૂ કરી શકો છો. મોટા લેવલ પર કામ કરવા માટે મોટી ટીમ અને વધુ રોકાણની જરૂર પડશે. પરંતુ નાના સ્તર પર તમે આ કામને 10 હજાર રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો. તે માટે તમે ઓર્ડર એક નાની દુકાન કરી કે વેબસાઇટ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લઈ શકો છો.


ડેકોરેશનની સ્ટાઇલ તમે ઈન્ટરનેટ પર રહેલા પોર્ટફોલિયોને જોઈને શીખી શકો છો. સાથે તમે YouTube પર જોઈ ફ્રીમાં શીખી શકો છો. શરૂઆતમાં તમને કોઈ હોલ કે રૂમને ડેકોરેટ કરવામાં સમય લાગી શકે છે, પરંતુ એકવાર પકડ આવી જશે તો તમે થોડા સમયમાં આ કામ કરી શકશો. સાથે તમે સારી કમાણી કરી શકશો.


આ પણ વાંચોઃ Maxposure IPO: 33 રૂપિયાનો આઈપીઓ કરાવી શકે છે 140% ની કમાણી, જાણો વિગત


કયાં સામાનોની પડશે જરૂર?
સામાન્ય રીતે શણગારના કામ માટે રંગબેરંગી ફૂલો, પાંદડા, ફુગ્ગા, લાઇટ, ફૂલદાની, લીડ મોટિફ લાઇટ, ટ્રી લાઇટ અને રિબન વગેરેની જરૂર પડે છે. આ તમામ બાબતોમાં વધારે રોકાણની જરૂર નથી. સિવાય કે ઓર્ડર હાઈ પ્રોફાઈલ હોય. કૃત્રિમ ફૂલો, ફુગ્ગા અને લાઇટ બજારમાં સસ્તા ભાવે મળે છે. તમે આમાંની ઘણી વસ્તુઓનો પછીથી પણ પુનઃઉપયોગ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube