નવી દિલ્હી: પીએનબી કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય(ED)ને મંગળવારે વધુ એક સફળતા મળી છે. ઇડીએ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નજીકના ગણાતા દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. કુલકર્ણી હોગકોંગથી આવનારી ફ્લાઇટમાં કોલકત્તા પહોંચ્યો હતો અને તે ચોકસીની હોંગકોંગમાં ચાલી રહેલી ડમી ફર્મનો ડાયરેક્ટર હતો. સીબીઆઇ અને ઇડીએ થોડા દિવસ પહેલા કુલકર્ણી સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી હતી, ત્યાર બાદ ઇડીને કુલકર્ણીને ઝડપી લેવા માટે મંગળવારે સફળતા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વપૂર્ણ પુરાવા મળવાની સંભાવના 
ઇડી સહિત અન્ય સુરક્ષા એંજન્સીઓને સંભાવના છે, કે કુલકર્ણી પાસેથી કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી મેહુલ ચોકસી વિશ મહત્વપૂર્ણ પૂરાવા મળી શકે છે. કુલકર્ણી પાસેથી મળનારી મહત્વપૂર્ણ માહિતીના આધારે તપાસ એજન્સીઓ મેહુલ ચોકસી સુધી પહોંચી શકે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ઇડીએ તમામ આરોપીઓને ખોટા અને પાયાવિહોણા દર્શાવ્યા હતા. ચોકસીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ઇડીએ ખોટી રીતે મારી સંપત્તિ જપ્ત કરી છે.


વધુ વાંચો...ભારત સહિત 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવાની છૂટ, હજી પણ ઘટી શકે છે ભાવ


કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડ કર્યા બાદ પહેલી વાર ચોકસીએ વીડિયોના માધ્યમથી તેનો પક્ષ રાખીને ઇડી દ્વારા લગાવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. ચોકસીએ એ પણ કહ્યું હતું, કે ભારત સરકાર તેને‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવી રહી છે, કારણ કે બ્રિટન ભાગેલા અન્ય ભગોડાઓને તે પકડી શકી નથી.