દિલ્હીની કોર્ટે બ્લૂમબર્ગને ZEE વિરુદ્ધ `બદનક્ષીભર્યો` લેખ દૂર કરવા આપ્યો આદેશ
ZEE એ દિલ્હી સેશન્સ કોર્ટ સમક્ષ કહ્યું- બ્લૂમબર્ગ દ્વારા પ્રકાશિત લેખ ખોટો અને તથ્યાત્મક રૂપે પાયાવિહોણો હતો. કંપનીને બદનામ કરવાના પૂર્વ નિયોજિત અને દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી તેને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીની સેશન્સ કોર્ટે બ્લૂમબર્ગ ટેલીવિઝન પ્રોડક્શન સર્વિસિસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આદેશ આપ્યો કે તે 21 ફેબ્રુઆરીએ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ પ્રકાશિત લેખ હટાવે. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝએ કહ્યું કે આ લેખ હકીકતથી ખોટો હતો અને કંપનીને બદનામ કરવાના પૂર્વયોજિત અને ખોટા ઈરાદા સાથે લખવામાં આવ્યો હતો.
ZEE એ દિલ્હી સેશન્સ કોર્ટની સામે તર્ક આપ્યો- બ્લૂમબર્ગ દ્વારા પ્રકાશિત લેખ ખોટો અને તથ્યાત્મક રૂપે પાયાવિહોણો હતો. કંપનીને બદનામ કરવાના પૂર્વનિયોજીત અને દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી તેને પ્રકાશિત કરવામાં આવ્યો હો.
બ્લૂમબર્ગના લેખમાં ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ કંપનીમાં 241 મિલિયન ડોલરના એકાઉન્ટિંગની સમસ્યા મળી છે. જ્યારે નિયમનકાર તરફથી આવો કોઈ આદેશ આપ્યો નથી. કંપનીએ ચોક્કસપણે તેનું ખંડન કર્યું હોવા છતાં નિયમનકારના કોઈ આદેશના આધાર વગર ઝીમાં ખોટી રીતે નાણાકીય અનિયમિતતાનો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ઝીના વકીલે ન્યાયાધીશ સમક્ષ દલીલ કરી હતી કે જો રજૂઆત કરવામાં આવેલ મનાઈ હુકમ મંજૂર ન કરવામાં આવે તો કંપનીને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે.
1 માર્ચે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં ZEE ને રાહત આપતા એડિશનલ જિલ્લા ન્યાયાધીશ હરજ્યોત સિંહ ભલ્લાએ કહ્યું કે, ZEE એ મનાઈ હુકમના વચગાળાના પૂર્વ-પક્ષીય આદેશો પસાર કરવા માટે પ્રથમ દૃષ્ટિએ કેસ કર્યો છે.
ન્યાયાધીશે બ્લૂમબર્ગને આદેશ મળ્યાના એક સપ્તાહની અંદર તેના પ્લેટફોર્મથી બદનક્ષીભર્યો લેખ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પ્લેટફોર્મને કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન પ્લેટફોર્મ પર લેખને પોસ્ટ કરવા, પ્રસારિત કરવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.