Facebook પાસેથી ભારત સરકારે માંગ્યો જરૂરી ડેટા, કંપની આવી દબાણમાં
સોશિયલ મીડિયાના દિગ્ગજને ગુરુવારને પ્રકાશિત પારદર્શિતા રિપોર્ટમાં આ વાત સામે મુકવામાં આવી હતી. પરંતુ કંપનીએ એ પ્રકારનો ખુલાશો ન કર્યો કે સરકારને કેવા પ્રકારનો ડેટા આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: વર્ષ 2018ના પ્રથમ છ મહિનામાં ફેસબુક પાસેથી ભારત સરકારે ડેટા માંગવા માટે કડક વલણ દેખાડ્યું અને કંપનીને કુલ 16,580 ડેટા આવેદન પ્રાપ્ત થયા હતા. જ્યારે ગત વર્ષે ભારત સરકારે(આખા વર્ષમાં) કુલ 22,024 આવેદન મોકલ્યા હતા તથા વર્ષ 2016માં આખા વર્ષમાં કુલ 13,613 આવેદન મોકલી દેવામાં આવ્યા હતા. સોશિય મીડિયાના દિગ્ગજને ગુરુવારે પ્રકાશિત રિપોર્ટમાં કહ્યું કે વર્ષ 2018માં જાન્યુઆરી-જૂનમાં ફેસબુક સરકારને 53 ટકા ડેટા આપ્યો હતો. પરંતુ કંપનીએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે તેમણે સરકારને કેવા પ્રકારનો ડેટા આપ્યો છે.
કાયદાકીય રીતે આવેદનની થાય છે તપાસ
ફેસબુક કોઇ પણ દેશના કાયદા અને તેની સેવાઓ અને શરતોને અનુલક્ષીને સરકરના આવેદનનો જવાબ આપે છે. કંપનીએ કહ્યું, પ્રત્યેક આવેદનની અમે સંવીધાનિક તપાસ કરી એ જાણકારી મેળવીએ છે, કે તે પર્યાપ્ત છે, કે નહિ અને તેના આધારા પર જ અમે તેને સ્વિકાર કરીએ છે. નહિંતો તેનો અસ્વિકાર કરી દઇએ છીએ.‘ફેસબુકને આ સિવાય ભારતની કુલ 15,963 આવેદન કાયદાકીય પ્રક્રિયા માટે પ્રાપ્ત કર્યા, જેમાંથી 23,047 યુઝર્સના આવેદન હતા અને 617 ઇમર્જન્સી વિનંતી કરવામાં આવી છે. (જેમાંથી અડધા પૂરા કરી દેવામાં આવ્યા છે)
વધુ વાંચો...દિલ્હીમાં 86 ટકા સુધી વધ્યા હવાઇ યાત્રાના ભાડા, જાણો શું છે કારણ
પ્રથમ છ માસમાં 26 ટકા થઇ વૃદ્ધિ
ફેસબુકે કહ્યુંકે દુનિયા ભરની સરકારો દ્વારા ડેટા માંગવાના અનુરોધમાં આ વર્ષે પહેલા છ માસમાં 26 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. વધારે ડેટા માંગવા માટે 1,03,815 આવેદન મળ્યા છે, જ્યારે પાછલા વર્ષેના બીજા છ માસમાં આ આવેદનોની સંખ્યા 82,341 હતી. અમેરિકામાં ફેસબુકથી ડેટા માંગવામાં સરકારી અનુરોધમાં આશરે 30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેમાં 56 ટકા નોન-ડિસ્ક્લોઝરનો આદેશ કરવામાં આવ્યો, જે એના વિશે યુઝર્સની જાણકારી આપવાથી ના પાડવામાં આવી હતી.