નવી દિલ્હીઃ શેર બજારમાં સ્ટોક ખરીદવા અને વેચાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ (Demat Account)ની જરૂર પડે છે. જો તમારી પાસે પણ ડીમેટ એકાઉન્ટ છે અને તેમાં તમે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો બાદમાં તમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ડીમેટ એકાઉન્ટ માટે નોમિનેશન અપડેટ કરવાની ડેડલાઇન માત્ર 7 દિવસ દૂર છે. ઈન્વેસ્ટરો પાસે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટ રેગુલેટર સેબી પહેલા જ ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશન પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારી ચૂકી છે. આ પહેલા નોમિનેશનની સમય મર્યાદા 31 માર્ચ 2023ના પૂર્ણ થઈ રહી હતી. ત્યારબાદ સેબીએ આ તારીખ આગળ વધારી 30 સપ્ટેમ્બર કરી હતી. નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થવાની સ્થિતિમાં સેબી આવા એકાઉન્ટને નિષ્ક્રિય કરી દેશે અને પછી નોમિનેશન કરાવ્યા બાદ તેને ફરી એક્ટિવ કરી શકાશે.


ઓપન થતાં પહેલા ધમાલ, પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા, 29 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube