નવી દિલ્હી : મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધી લાગુ કરી હતી. આ નોટબંધીમાં 500 અને 1000 રૂ.ની જૂની નોટો પરત ખેંચી લેવામાં આવી હતી અને નવી ચલણી નોટો જાહેર કરવામાં આવી હતી. નોટબંધીના લગભગ 21 મહિના બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જૂની 1000 અને 500 રૂપિયાની નોટોના આંકડા જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, 8 નવેમ્બર 2016ના રોજ 15,44,000 કરોડથી વધારે રકમની નોટો ચલણમાં હતી. હાલ 15,31,000 કરોડની નોટો ફરી ચલણમાં આવી ગઈ છે. એ સમયે વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. જૂની નોટો બેંકમાં પરત જમા કરાવવા માટે સરકારે 50 દિવસનો સમય આપ્યો હતો.


રિઝર્વ બેંકે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પરત આવેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની ગણતરી અને અસલીની ઓળખ કર્યા બાદ તેનો નાશ કરવા માટે ઈંટો બનાવાશે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...