LIC Saral Pension Yojana: LICની આ સ્કીમમાં એકવાર પૈસા જમા કરો, જીવનભર મળશે 12,000 રૂપિયાનું માસિક પેન્શન
એલઆઈસીની સરલ પેન્શન યોજનામાં તમારે માત્ર પોલિસી લેતી વખતે જ એકવાર પ્રીમિયમ ભરવાનું રહે છે અને એન્યૂટી મેળવવા માટે બે ઓપ્શનમાંથી કોઈ એકને પસંદગી કરવી પડે છે. ત્યારબાદ આખી જિંદગી તમને પેન્શન મળતું રહેશે. જ્યારે પોલિસી ધારકનું મૃત્યું થાય છે તો નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પાછી આપી દેવામાં આવે છે.
Saral Pension Yojana: આજકાલ લોકોને મોટી ઉંમરે પેન્શનનો પ્રશ્ન ઉદ્દભવતો હોય છે. જેના કારણે અનેક કંપનીઓ અને સરકાર તેમના માટે અનેક યોજનાઓ લઈને આવે છે. પરંતુ હવે તમને પેન્શન મેળવવા માટે 60 વર્ષની રાહ જોવી નહીં પડે. જીવન વીમા નિગમ દ્વારા એક જબરદસ્ત પોલિસી બહાર પાડવામાં આવી છે. જેમાં તમે એક નક્કી કરેલી રકમ જમા કર્યા બાદ 40 વર્ષની ઉંમરમાં જ પેન્શન મળવાની શરૂ થઈ જશે. જો તમે પણ ઈચ્છો છો કે આ યોજનાનો લાભ લેવો જોઈએ તો જાણી લો એલઆઈસીની આ સ્કીમ વિશે...
જાણો શું છે સરલ પેન્શન યોજના?
એલઆઈસીની સરલ પેન્શન યોજનામાં તમારે માત્ર પોલિસી લેતી વખતે જ એકવાર પ્રીમિયમ ભરવાનું રહે છે અને એન્યૂટી મેળવવા માટે બે ઓપ્શનમાંથી કોઈ એકને પસંદગી કરવી પડે છે. ત્યારબાદ આખી જિંદગી તમને પેન્શન મળતું રહેશે. જ્યારે પોલિસી ધારકનું મૃત્યું થાય છે તો નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પાછી આપી દેવામાં આવે છે.
સરલ પેન્શન યોજના એક ઈમિડિએટ એન્યૂટી પ્લાન છે. એટલે કે પોલિસી લેતા જ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ પોલિસી લીધા બાદ જેટલા પેન્શનથી શરૂઆત થાય છે, તેટલી જ પેન્શન આખી જિંદગી મળતી રહે છે.
શું છે આ યોજના માટે પાત્રતા
આ યોજનાનો ભાગ બનવા માટે ન્યૂનતમ આયુષ્ય 40 વર્ષ છે અને વધુમાં વધુ 80 વર્ષ છે. જોકે, આ એક હોલ લાઇફ પોલિસી છે, જેમાં પેન્શન આખી જિંદગી મળે છે. જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહે છે. સરલ પેન્શન પોલિસી શરૂ થયાની તારીખથી છ મહિના પછી ગમે ત્યારે સરન્ડર કરી શકાય છે.
આ પેન્શન યોજનાને લેવાની બે રીત
સિંગલ લાઈફ- તેમાં પોલિસી કોઈ એકના નામ પર રહેશે, જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહેશે, ત્યાં સુધી પેન્શન મળતું રહેશે, ત્યારબાદ ધારકનું મોત થયા બાદ બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીને પાછી આપી દેવામાં આવે છે. અને બીજી રીત છે જોઈન્ટ લાઈફ- તેમાં બન્ને જીવનસાથીને કવર કરે છે. જ્યાં સુધી પ્રાઈમરી પેન્શનધારી જીવિત રહેશે, તેણે પેન્શન મળતું રહેશે. તેના મોત બાદ તેના જીવનસાથીને જીવનભર પેન્શન મળતું રહેશે. તેના પણ મૃત્યું પછી બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીની સોંપી દેવામાં આવશે.
કેટલું કરવાનું રહેશે રોકાણ
સરલ પેન્શન યોજના હેઠળ જો તમને દર મહિને પેન્શન જોઈએ છે, તો તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયા પેન્શન લેવું પડશે, ત્રણ મહિના માટે 3000 રૂપિયા, 6 મહિના માટે 6000 રૂપિયા અને 12 મહિના માટે 12000 રૂપિયા લેવું પડશે. કોઈ મહત્તમ મર્યાદા નથી. LIC કેલ્ક્યુલેટર મુજબ જો તમે 42 વર્ષના છો અને 30 લાખ રૂપિયાની Annuity ખરીદો છો, તો તમને દર મહિને 12,388 રૂપિયાનું પેન્શન મળશે.
ક્યારે અને કેવી રીતે થશે એન્યૂટીની ચૂકવણી
તમને આ પ્લાન હેઠળ એન્યૂટી ચૂકવવા માટે 4 વિકલ્પો મળે છે. જેના થકી તમે તમારી ચુકવણી માસિક, દર ત્રણ મહિને, દર 6 મહિને લઈ શકો છો અથવા તમે તેણે 12 મહિનામાં લઈ શકો છો. તમે જે પણ વિકલ્પ પસંદ કરો છો, તમારે ચુકવણી તે જ અવધિમાં કરવામાં આવશે.
લોન પણ લઈ શકો છો
જો તમને ગંભીર બીમારી હોય અને સારવાર માટે પૈસાની જરૂર હોય તો તમે સરલ પેન્શન યોજનામાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો. તમને ગંભીર રોગોની સૂચિ આપવામાં આવે છે, જેના માટે તમે પૈસા ઉપાડી શકો છો. પૉલિસી સરેન્ડર કરવા પર મૂળ કિંમતના 95% રિફંડ કરવામાં આવે છે. આ યોજના (સરલ પેન્શન પ્લાન) હેઠળ લોન લેવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. તમે યોજનાની શરૂઆતના 6 મહિના પછી લોન માટે અરજી કરી શકો છો.