બેંકો અને પોસ્ટ ઓફિસની જમા યોજનાઓ ખાસ કરીને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણકારોની દિલચસ્પી વધી શકે છે. નાના જમાકર્તા અત્યાર સુધી સ્ત્રોત પર ટેક્સ કપાસ (TDS) ના કારણે બેંક અથવા પોસ્ટઓફિસમાં જમા યોજનાઓમાં રોકાણ કરવાનું ટાળતા હતા. વચગાળાના બજેટમાં કેંદ્વ સરકારે જોગવાઇ કરી છે કે પોસ્ટ ઓફિસ અને બેંકોમાં જમા પૈસા પર મળનાર વ્યાજ પર ટીડીએસ કપાતની સીમા 10,000 થી વધારીને 40,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તેનો અર્થ એ છે કે બેંક અથવા પોસ્ટ ઓફિસ હવે 40,000 રૂપિયા સુધી વ્યાજની આવક ટીડીએસ કાપશે નહી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18,000mAh ની બેટરીવાળો સ્માર્ટફોન જલદી થશે લોન્ચ, જાણો અન્ય ખૂબીઓ


નાના રોકાણકારોને ફોર્મ 15જી ભરવાની ઝંઝટ નહી
નાના રોકણકારો માટે સરકારનું આ પગલું ફાયદાનું છે. તેમને પોતાનો ટીડીએસ બચાવવા માટે ફોર્મ 15જી ભરવાનું રહેતું હતું. સાથે જ ટીડીએસ કપાતા ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે તેનું રિફંડ મળતું હતું. હવે તેમને આ ઝંઝટોમાંથી મુક્તિ મળી જશે જો વ્યાજથી થનાર વાર્ષિક આવક 40,000 રૂપિયા સુધી છે. 


હજુ સુધી અપનાવવી પડતી આ પ્રક્રિયા
અત્યાર સુધી ટેક્સેબલ લિમિટમાં ન આવનાર 60 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય નિવાસીને જો બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જમા વ્યાજ પરથી 10 હજારથી વધુની આવક થાય છે, તો નાણાકીય વર્ષની શરૂઆતમાં તેમને ફોર્મ 15જી ભરવું પડતું હતું. જેથી તેમનો ટીડીએસ ન કપાય. આમ ન કરતાં કપાયેલ રકમ મેળવવા માટે રિટર્ન ફાઇલ કરવું પડતું હતું. પરંતુ હવે વ્યાજમાંથી થનાર તમારી આવક 40,000 રૂપિયા સુધી છે, તો તમારે ફોર્મ 15જી કરવાની કોઇ જરૂર નથી. 

બજેટ બાદ સતત ઘટી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ


નાના જમાકર્તાઓને થશે ફાયદો
તેનાથી સૌથી વધુ અસર નાના જમાકર્તાઓ પર પડશે. જેની સેલરી અથવા તો ખૂબ ઓછી છે અથવા જેમને સેલરી મળતી નથી, પરંતુ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જમા રકમથી તેમને વ્યાજ તરીકે સારી આવક થાય છે. વરિષ્ઠ નાગરિકો પર તેની કોઇ અસર પડશે નહી, કારણ કે બજેટમાં જ તેમના માટે ટીડીએસની સીમા વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.