#DeshkaZee: ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડને બદલવાની જીદ કરી રહેલા ઇન્વેસ્કોને લઈને ZEE ના સંસ્થાપક ડો. સુભાષ ચંદ્રાએ આજે ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીની સાથે ઇન્ટરવ્યૂમાં ખુલ્લો પડકાર આપ્યો કે ખોટી રીતે ચેનલને ટેકઓવર આ દેશ કરવા દેશે નહીં. ડો. સુભાષ ચંદ્રાએ લાઇવ પ્રાઇમ ટાઇમ શો DNA- Daily news analysis પર આ મામલા સાથે જોડાયેલા બધા સવાલોનો જવાબ આપ્યા. આ દરમિયાન ZEEL ના સમર્થનવાળો હેશટેગ #DeshkaZee માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સૌથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર નંબર એક ટ્રેન્ડ કરી રહ્યો છે #DeshkaZee
ડો. સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, ZEE દેશની એકમાત્ર ચેનલ છે, જેને આજે પણ ભારતનો દરેક પરિવાર એક સાથે મળીને જોઈ શકે છે. કોઈ વિદેશી કંપનીના હાથમાં કંપની આપવા પર આ સંસ્કાર બચશે નહીં. આ દરમિયાન ZEE મીડિયાએ ટ્વિટર પર એક હેશટેગ #DeshkaZee પોસ્ટ કરી લોકોને આ મુહિમ સાથે જોડાવાની અપીલ કરી. આ અપીલની અસર શો દરમિયાન જોવા મળી. લોકોએ પોતાનું સંપૂર્ણ સમર્થન સુભાષ ચંદ્રા અને ઝી ટીવી માટે આપ્યું. આ કારણ રહ્યું કે #DeshkaZee ટ્વિટર પર નંબર એક ટ્રેન્ડ કરી રહ્યો છે. 


40 હજારથી વધુ લોકોએ કર્યું ટ્વીટ
ટ્વિટર પર લગભગ 40 હજારથી વધુ લોકોએ #DeshkaZee હેશટેગની સાથે ડો. સુભાષ ચંદ્રાની આ વાતમાં પોતાનું સમર્થન આપ્યું. સાથે સરકારને અપીલ કરી કે ભારતની નંબર એક ચેનલને વિદેશી હાથોમાં જવા દેવી જોઈએ નહીં.


ટ્વિટર પર એક યૂઝરે લખ્યુ કે અમે  ZEE નેટવર્કને સપોર્ટ કરીએ છીએ. અમે હંમેશા  ZEE ની સાથે છીએ. આપણા દેશનો અવાજ  ZEE ને બચાવો. અમે તેના વિદેશી અધિગ્રહણની વિરુદ્ધ છીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube