નવી દિલ્હી: કોરોનાકાળમાં ધનતેરસ (Dhanteras 2020)ના દિવસે દિવસભરમાં 20 હજાર કરોડ રૂપિયાનું સોનું (Gold)વેચાઇ ગયું. દેશભરમાં અ વર્ષે ધનતેરસ પર સોનાનું વેચાણ લગભગ 40 ટન થયું છે. ગત વર્ષના મુકાબલે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના અનુસાર, ગત વર્ષે ધનતેરસના મુકાબલે આ વર્ષે 30 ટકા વધુ વેચાણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IBJAના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના અનુસાર ગત વર્ષ જ્યાં લગભગ 12,000 કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. તો બીજી તરફ આ વર્ષ 20,000 કરોડ રૂપિયાનું વેચાયું હતું. ગત વર્ષે જ્યાં લગભગ 30 ટન સોનું વેચાયું હતું, ત્યાં આ વર્ષે લગભગ 40 ટન સોનું વેચાયું હતું. તેમણે કહ્યું કે સોનાના વેચાણમાં ગત વર્ષના મુકાબલે કોન્ટિટીમાં જ્યાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ મૂલ્યમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે. 


એટલા માટે વધી ગઇ ખરીદી
કોરોનાકાળમાં સોનાના ભાવ 56 હજાર રૂપિયા સુધીની ઉંચાઇ સુધી પહોંચી ગયું હતું. જોકે ત્યારબાદ કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેથી સોનાની ખરીદીમાં તેજી જોવા મળી હતી. તેના માટે જ્વેલર્સે ખરીદારી પર ઓફર અને ડિસ્કાઉન્ટ આપ્યું છે. 


ધનતેરસના દિવસે આટલો વધ્યો સોનાનો ભાવ
શુક્રવારે એટલે કે 13 નવેમ્બરના રોજ દેશભરમાં હાજર બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો સરેરાશ ભાવ 50,849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (જીએસટી વિના) જોકે એક દિવસ પહેલાં 50,702 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો બીજી તર 22 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 50,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જોકે એક દિવસ પહેલાં 50,499 રૂપિયા પ્રતિ 10 ગ્રાહ હતો. તો બીજી તરફ ચાંદીનો સરેરાશ ભાવ 62,700 રૂપિયા પ્રતિ કિલો હતો, જોકે ગત સત્રમાં 62,797 રૂપિયા પ્રતિ કિલો હતો.   


મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) પર સાંજે 6.42 વાગે સોનું ગત સત્રથી 325 રૂપિયા એટલે 0.64 ટકા તેજી સાથે 50,925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબારો ચાલી રહ્યો હતો. તો બીજી તર એમસીક્સ પર ચાંદીના ડિસેમ્બર ગત સતરમાં 974 રૂપિયા 1.55 ટકા તેજી સાથે 63,713 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર ચાલી રહ્યો હતો. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube