Gold Rate Today: મૌજા હી મૌજા....ધનતેરસ પર ઘટી ગયા સોનાના ભાવ, સોનું-ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ
Latest Gold Rate: ધનતેરસ અને દીવાળીના તહેવારો પહેલા માંગણી વધવાથી ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે. જો કે આ વખતે ધનતેરસ પર આશ્ચર્યજનક રીતે સોનામાં સુસ્તી જોવા મળી છે. જો કે તે પહેલા સોના અને ચાંદી રેકોર્ડ હાઈ બનાવી ચૂક્યા છે. પરંતુ હાલ ભાવમાં ઘટાડો ગ્રાહકો માટે રાહતની વાત બની શકે છે.
સમગ્ર દેશમાં આજે ધનતેરસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે સોના અને ચાંદીના દાગીના, સિક્કા, મૂર્તિઓ કે પછી વાસણ વગેરે ખરીદવામાં આવે છે. જેને શુભ મનાય છે. આવામાં સોના ચાંદીની માંગણી પણ વધુ રહે છે. ધનતેરસ અને દીવાળીના તહેવારો પહેલા માંગણી વધવાથી ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે. જો કે આ વખતે ધનતેરસ પર આશ્ચર્યજનક રીતે સોનામાં સુસ્તી જોવા મળી છે. જો કે તે પહેલા સોના અને ચાંદી રેકોર્ડ હાઈ બનાવી ચૂક્યા છે. પરંતુ હાલ ભાવમાં ઘટાડો ગ્રાહકો માટે રાહતની વાત બની શકે છે. બજારમાં સોનું રેકોર્ડ હાઈથી થોડું સસ્તુ મળી રહ્યું છે.
વિવિધ શરાફા બજારમાં ભાવ
29 ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે સોનાના ભાવમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 79000 રૂપિયાની આસપાસ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73000 રૂપિયાની આસપાસ જોવા મળ્યો છે. ધનતેરસના દિવસે ચાંદીનો ભાવ 97900 રૂપિયાની આસપાસ છે. અલગ અલગ શહેરોમાં જાણો સોનાના ભાવ...
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, લખનઉ, જયપુરમાં ભાવ
ઉપરોક્ત શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 79940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
પટણા અને અમદાવાદમાં ભાવ
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 79840 રૂપિયાની આસપાસ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.
ભુવનેશ્વર, મુંબઈ, કોલકાતામાં સોનાનો ભાવ
ઉપરોક્ત શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 79790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ 73140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 79940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનું 73140 રૂપિયા છે.
ચેન્નાઈમાં ભાવ
ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 79790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
દેશભરમાં સોનાના ભાવ અનેક ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને કરન્સી એક્સચેન્જ રેટ સામેલ છે. વૈશ્વિક બજારમાં જ્યારે સોનાના ભાવમાં ઉછાળો આવે છે ત્યારે તેની અસર પણ ભારતીય બજારો પર પડે છે. આ સિવાય તહેવારોની સીઝનમાં વધતી માંગની અસર પણ સોનના ભાવ પર પડે છે.
વાયદા બજારમાં ભાવ
જો કે વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં આજે ભાવ વધેલા જોવા મળ્યા છે. આજે સવારે MCX પર સોનું 237 રૂપિયાની તેજી સાથે 78,803 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 78,566 રૂપિયા પર બંધ થયું હતું. સિલ્વરનો ભાવ 291 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચડ્યો હતો. અને 97,715 રૂપિયા પર ભાવ જોવા મળ્યા હતા. કાલે તે 97,424 રૂપિયા પર બંધ થયું.
આઈબીજેએ રેટ્સ
બીજી બાજુ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો ગુરુવારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ધનતેરસના એક દિવસ પહેલા એટલે કે સોમવારે 260 રૂપિયા ગગડીને 78,245ના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી 466 રૂપિયા તૂટીને 96,086 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. નવા ભાવ થોડીવારમાં જાહેર થશે.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.