ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, દિલ્હીમાં 77.93 રૂપિયે લીટર થયું ડીઝલ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં 25 પૈસાનો પ્રતી લીટર વધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં 25 પૈસાનો પ્રતી લીટર વધારો કરવામાં આવ્યો છે. બુધવારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં 24 પૈસા સુધીનો વધારો થયો છે. આ વધારા સાથે આજે દિલ્હીમાં ડીઝલની કિંમત 77.93 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. અને મુંબઇમાં આ વધારો 25 પૈસાનો જોવા મળી રહ્યો છે. અહીંયા ડીઝલના ભાવ 77.93 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. જોકે પેટ્રોલનો ભાવ મંગળવાર સવાર બાદ સ્થિર જોવા મળી રહ્યો છે.
મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટર, ત્યારે ડીઝલના ભાવમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. જેનાથી દિલ્હીમાં 82.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું હતું. ડીઝલના ભાવમાં વધારાના કારણે વાહનોના ભાડામાં વધારો થવાની આશંકા છે, જેની સીધી અસર લોકોના ઘરના બજેટ પર પડશે. જરૂરી વસ્તુઓના ભાવમાં મોંઘવારી જોવા મળશે.
એક્સાઇઝ ડ્યૂટી ઘટવાથી જીડીપી પર પડશે અસર
પેટ્રોલ-ડીઝલના ભાવથી સામાન્ય માણસને રાહત પહોંચાડવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલ પરથી એક્સાઇઝ ડ્યૂટી 1.50 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડવાની જાહેરાત કરી હતી. અન પેટ્રોલિયમ કંપનીઓને 1 રૂપિયો પ્રતિ લીટર ભાવ ઓછો કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ આર્થિક જાણકારોનું કહેવું છે કે સરકારનું આ પગલું દેશમાં રાજકોષીય ઘાટને વધારે સાથે તેની વિપરીત અસર દેશના જીડીપી પર પણ પડશે.
મૂડી ઇન્વેસ્ટર સર્વિસનું કહેવું છે કે આ માત્ર સરકારનો મહેસૂલ ઘટશે પરંતુ, માર્ચ 2019ના સમાપ્ત થતા નાણાકિય વર્ષમાં રાજકોષીય ઘાટને પણ વધારીને ગ્રોસ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ને 3.4 ટકા પર પહોંચી શકે છે. સરકારના પગલાથી 10,500 કરોડ રૂપિયાનું મહેસૂલને નુકસાન થશે.