ક્રેડિટ કાર્ડની બિલ ભરવામાં પડે છે મુશ્કેલી, આ ટ્રીક અપનાવો તો નહીં ચૂકવવું પડે 36 ટકા વ્યાજ
જો તમે ક્રેડિટ કાર્ડથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો અને સમયસર તેનું બિલ નથી ચૂકવતા તો તમારા ખીસ્સા પર મોટો આર્થિક બોજ આવી શકે છે. મોટા ભાગના ક્રેડિટ કાર્ડમાં બિલ ચૂક્યા બાદ વાર્ષિક વ્યાજ 36 ટકા સુધી પહોંચી શકે છે. જેથી તમારે ખરીદી કર્યા કરતા વધારે બિલ ચૂકવવાનો વારો આવી શકે છે.
નવી દિલ્હીઃ કેટલીક વખત લોકો ક્રેડિટ કાર્ડ પર એટલી બધી ખરીદી કરી લે છે તેનું બિલ એકસાથે ચૂકવવું મુશ્કેલ બની જાય છે. તો સમય મર્યાદા બાદ બિલ ચૂકવવાથી વધુ વ્યાજ ચૂકવવું પડે છે. આવા સમયે તમે ક્રેડિટ કાર્ડના બિલના હપ્તા કરાવી દર મહિને પણ ભરી શકો છો. જો કે આ વિકલ્પ સારો નથી ગણવામાં આવતો. એટલા માટે એવા પ્રયાસ કરવા જોઈએ કે સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી દેવામાં આવે. કેમ કે મોટા ભાગના ક્રેડિટ કાર્ડમાં હપ્તા કરાવવાથી વાર્ષિક 36 ટકા સુધી વ્યાજ લાગે છે. ત્યારે આવી સ્થિતિથી બચવા માટે ખાસ વિકલ્પ પસંદ કરી શકો છો. જેનાથી 36 ટકા વ્યાજ ચૂકવવાથી બચી શકાય છે.
આવી રીતે કરો ક્રેડિક કાર્ડના બિલની ચૂકવણી
ક્રેડિટ કાર્ડના બિલને તમે બે રીતે હપ્તામાં નકવર્ટ કરી શકો છો. પહેલા વિકલ્પમાં તમે ક્રેડિટ કાર્ડનું સંપૂર્ણ બિલ હપ્તામાં કનવર્ટ કરી શકો છો. તો બીજા વિકલ્પમાં બિલની કેટલીક રકમને હપ્તમાં કનવર્ટ કરી શકો છો. જો તમામ બેંક પહેલો ઓપ્શન નથી આપતી. દરેક ગ્રાહકને આ સુવિધાનો લાભ નથી મળી શકતો. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડના બિલને હપ્તામાં કનવર્ટ કરવાની સુવિધા છે તો દરેક બેંકની એક સિસ્ટમ હોય છે. કેટલીક બેંકમાં ફોન બેંકિગથી આ સુવિધાનો લાભ મળે છે. તો કેટલીક બેંક ઈન્ટરનેટ બેંકિગ અને SMCથી આ સુવિધાનો લભાભ આપે છે. તો કોઈ બેંક ખાસ બ્રાંડ સાથે હપ્તાનો આ વિક્લપ પણ આપે છે.
આ પણ વાંચોઃ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે મોટા સમાચાર, આ વખતે ખાતામાં આવશે 11 હજાર!
કેવી રીતે હપ્તાનો વિકલ્પ પસંદ કરી શકો?
જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ એકસાથે ચૂકવણી નથી કરી શકતા તો હપ્તાનો વિકલ્પ પસંદ કરી શકો છો. હપ્તાની સમયમર્યાદા તમે તમારી યોગ્યતા મુજબ પસંદ કરી શકો છો. મોટાભાગે તમામ બેંક 3 મહિનાથી 24 મહિના સુધીના સમયમાં બિલ ચૂકવવાનો વિકલ્પ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube