હવે સરળ થઈ જશે UPI નો ઉપયોગ, 15 માર્ચથી Aadhaar-OTP થી આ રીતે કરી શકશો એક્ટિવ
Digital Payment System: 15 માર્ચ 2022થી બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સને યૂપીઆઈ સર્વિસને એક્ટિવ કરવા માટે ડેબિટ કાર્ડની જગ્યાએ આધાર અને ઓટીપી ઉપયોગ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ આજના જમાનામાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ખુબ સરળ થઈ ગઈ છે. તેને કરવા માટે ઘણી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન એપ્સ આવી ગઈ છે. તેવામાં ઘરે બેસી ડિજિટલ પેમેન્ટ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેટ એટલે કે યૂપીઆઈ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. યુપીઆઈને સપોર્ટ કરનાર ઘણી એપ્સ છે, જેમ કે પેટીએમ, ફોનપે, ભીમ, ગૂગલ પે આ સિવાય અન્ય પણ. હવે યૂપીઆઈથી ઉપયોગ ખુબ સરળ થઈ ગયો છે, યૂઝર્સ 15 માર્ચથી Aadhaar OTP દ્વારા યુપીઆઈ સર્વિસને સરળતાથી એક્ટિવ કરી શકશે.
ડેબિટની જગ્યાએ Aadhaar/OTP કરી શકશો ઉપયોગ
મહત્વનું છે કે યૂપીઆઈ તમને સ્કેનર, મોબાઇલ નંબર, UPI ID તેમાંથી માત્ર એક ડીટેલ હોવા પર પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. પરંતુ આ યૂપીઆઈ સર્વિસને એક્ટિવ કરવી વધુ સરળ થઈ જશે. 15 માર્ચ 2022થી બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સને યૂપીઆઈ સર્વિસને એક્ટિવેટ કરવા માટે ડેબિટ કાર્ડની જગ્યાએ આધાર અને ઓટીપીનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. તે માટે તમારૂ બેન્ક એકાઉન્ટ તમારા આધાર સાથે લિંક હોવું જરૂરી છે.
હકીકતમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓપ ઈન્ડિયા સૌથી પહેલાં આ ફીચરસને વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં લઈને આવ્યું હતું. તેને લઈને NPCI એ એક સર્લુકર જાહેર કર્યું હતું, જેમાં બેન્કોને 15 ડિસેમ્બર 2021 સુધી સર્કુલરને નિર્દોશોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ તારીખને વધારીને 15 માર્ચ 2022 કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ આનંદો! હવે દેશના નાગરિકોને પેટ્રોલ એટલું સસ્તું મળશે કે 90ના દશકની યાદ આવી જશે!
ક્યા બેન્ક એકાઉન્ટ સાથે લિંક છે તમારૂ આધાર કાર્ડ
જો તમે જાણકારી મેળવવા ઈચ્છો છો કે તમારૂ આધાર કાર્ડ તમારા કોઈ બેન્ક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં. આ વાતની જાણકારી તમે ઓનલાઇન મેળવી શકો છો. તે માટે તમારે બેન્ક કે આધાર કાર્ડ સેન્ટર જવાની જરૂર નથી. તમે આ રીતે ચેક કરી શકો છો.
સૌથી પહેલાં UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
અહીં Check Your Aadhaar and Bank Account ની લિંક પર ક્લિક કરો.
અહીં તમારે તમારો આધાર નંબર અને સિક્યોરિટી કોર્ડ દાખલ કરવો પડશે.
હવે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે.
આ ઓટીપીને UIDAI ની વેબસાઇટ પર દાખલ કરો.
અહીં તમારી સામે લોગ-ઇનનો વિકલ્પ આવશે. તેના પર ક્લિક કરો.
લોગ-ઇન કરતા જ તમારા આધાર સાથે જોડાયેલી તમામ બેન્કની વિગત સામે આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube