મુંબઈ: ભારત સરકાર દ્વારા સતત ડિજિટલ કરન્સીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. વારંવાર સરકાર ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ પર ભાર મુકી રહી છે. કારણકે, ડિજિટલ પેમેન્ટના કારણે આર્થિક વ્યવહારમાં પારદર્શિતા આવે છે. એટલું નહીં ડિજિટલ પેમેન્ટને કારણે તમે દરેક આર્થિક વ્યવહારનો હિસાબ-કિતાબ સરળતાથી રાખી શકો છો. અને આના કારણે ચોરીનો ડર પણ ઓછો રહે છે. ત્યારે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વધુ એક આયામ આપવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપી લૉન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડિજિટલ કરન્સી માટે આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ હશે. આ દરમિયાન ડિજિટલ રૂપિયાનું નિર્માણ, ડિસ્ટ્રીબ્યૂશન અને રિટેલ ઉપયોગના સમગ્ર પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. અગાઉ રિઝર્વ બેંકે 1 નવેમ્બરે હૉલસેલ ટ્રાન્જેક્શન માટે ડિજિટલ રૂપિ લૉન્ચ કર્યો હતો. RBI દ્વારા આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નામ આપવામાં આવ્યું છે. 1 ડિસેમ્બરથી તેને રોલઆઉટ દેશના પસંદગીના લોકેશન પર કરવામાં આવશે. જેમાં કસ્ટમરથી લઈને વેપારીને સામેલ કરવામાં આવશે.


ઈ-રુપી ડિજિટલ ટોકનનું કામ કરશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ભારતીય રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવતી કરન્સી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. આ કરન્સી પણ ચલણી નોટની જેમ માન્ય રહેશે. જેનો ઉપયોગ લેવડ-દેવડ માટે કરવામાં આવી શકે છે. રિઝર્વ બેંક અનુસાર, યુઝર્સ મોબાઈલ ફોન કે ડિવાઈસમાં સ્ટોર બેંકોને ડિજિટલ વૉલેટથી ડિજિટલ રૂપી થકી લેવડ-દેવડ કરી શકશે. જો તમારે કોઈ દુકાનદારને ડિજિટલ રૂપીમાં ચૂકવણી કરવી છે, તો વેપારી પાસે દેખાઈ રહેલા ક્યૂઆર કોડ્સ થકી કરવામાં આવી શકે છે.


જેની વેલ્યૂ કાગળની કરન્સી નોટોના જેટલી જ હશે. જો તમે ઈચ્છો તો, આ ડિજિટલ કરન્સી આપીને કાગળની ચલણી નોટો પણ મેળવી શકો છો. રિઝર્વ બેંકે ડિજિટલ કરન્સીને બે કેટેગરી CBDC-W અને CBDC-R એક બે ભાગમાં વિભાજિત કરી છે. જેમાં CBDC-Wનો અર્થ હૉલસેર કરન્સી અને CBDC-Rનો અર્થ રિટેલ કરન્સી છે. ભારતના અર્થતંત્રને ડિજિટલ રૂપમાં વિકસિત કરવાની દિશામાં રિઝર્વ બેંકના આ પગલાને ખૂબ જ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. ડિજિટલ રૂપીને આપ આપના મોબાઈલ વૉલેટમાં પણ રાખી શકશો. આ ઉપરાંત યુઝર્સ તેને બેંક મની અને કેશમાં સરળતાથી કન્વર્ટ કરી શકશે. સૌથી ખાસ વાત એ છે કે, આ ડિજિટલ રૂપીનું સર્ક્યૂલેશન સંપૂર્ણ પણે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને આધિન રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube