જનતા મહેરબાન! મોદી સરકારને બખ્ખાં: સરકારી તિજોરીમાં 17 લાખ કરોડ રૂપિયા આવ્યા
છેલ્લા નાણાકીય વર્ષમાં સરકારની તિજોરીમાં ઘણો ટેક્સ આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax collections) બજેટ અંદાજ કરતાં વધુ રહ્યું છે. આ બજેટ અંદાજ કરતાં 16.97 ટકા અથવા 2.41 લાખ કરોડ વધુ છે. સરકારે સોમવારે સાંજે ગત નાણાકીય વર્ષ માટે પ્રત્યક્ષ કર વસૂલાતના આંકડા (કામચલાઉ) જાહેર કર્યા છે.
છેલ્લા નાણાકીય વર્ષમાં સરકારની તિજોરીમાં ઘણો ટેક્સ આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax collections) બજેટ અંદાજ કરતાં વધુ રહ્યું છે. આ બજેટ અંદાજ કરતાં 16.97 ટકા અથવા 2.41 લાખ કરોડ વધુ છે. સરકારે સોમવારે સાંજે ગત નાણાકીય વર્ષ માટે પ્રત્યક્ષ કર વસૂલાતના આંકડા (કામચલાઉ) જાહેર કર્યા છે. એપ્રિલ 2022 થી માર્ચ 2023 ના સમયગાળામાં તે 16.61 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22માં તે 14.12 લાખ કરોડ હતું. આ રીતે તેમાં 17.63 ટકાનો વધારો થયો છે.
આ બજેટમાં અંદાજ હતો
ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માટે બજેટ અંદાજ 14.20 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. આ પછી તેને સુધારીને રૂ. 16.50 લાખ કરોડ કરવામાં આવ્યો. આ રીતે, કામચલાઉ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બજેટ અંદાજ કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ છે.
આ રહ્યું ગ્રોસ કલેક્શન
નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ હતું. આ રીતે, 2021-22ની સરખામણીમાં 20.33 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. 10,04,118 કરોડ હતું. જેમાં 16.91 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
જંક ફૂડ કે કસરત ન કરવાથી નહીં, પરંતુ આ કારણે વધી ગયું અનંત અંબાણીનું વજન, ખાસ જાણો
ઓલ્ડ રિઝિમ અથવા કે ન્યૂ રીઝિમ કરશો પસંદ? ક્યાં છે ફાયદો અને નુક્સાન, જાણી લો A TO Z
દેશમાં આ 5 કારને નથી મળ્યો ગ્રાહકોનો પ્રેમ, જાણો તમારી પાસે તો નથીને આ કાર
પર્સનલ ટેક્સ કલેક્શનમાં 24 ટકાનો વધારો થયો છે
નાણાકીય વર્ષ 2022-23માં કુલ વ્યક્તિગત આવકવેરા સંગ્રહ રૂ. 9,60,764 કરોડ હતો. એક વર્ષ અગાઉની સરખામણીમાં 24.23 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. નાણાકીય વર્ષ 2021-22માં તે 7,73,389 કરોડ રૂપિયા હતો.
રિફંડમાં પણ 37 ટકાનો વધારો થયો
નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,07,352 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. આ રીતે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 2,23,658 કરોડની સરખામણીમાં 37.42 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube