#IndiaKaDNA : કેવી રીતે થશે ખેડૂતોની આવક બમણી? `આવી GDP વધવાનો કોઈ ફાયદો નથી`
ઝી બિઝનેસના ઇન્ડિયા કા DNA 2019 કોન્કલેવમાં એગ્રીકલ્ચર એક્સપર્ટ વિજય સરદાનાએ આ નિવેદન કર્યું છે
નવી દિલ્હી : ડિજિટલ ઇન્ડિયાથી ભારતના વિકાસને કેટલો ફાયદો થયો? 2022 સુધી ખેડૂતોની આવક બમણી કેવી રીતે થશે? અફોર્ડેબલ હાઉસિંગનો ડ્રીમ પ્રોજેક્ટ કેવી રીતે વાસ્તવિકતા બનશે? સરકાર કેવા નવા પગલાં લઈ શકે છે? આવા મુદ્દાઓ પર વાતચીત કરવા માટે #IndiaKaDNA 2019 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં દરેક ક્ષેત્રના એક્સપર્ટે આ વિષયો પર ખુલીને ચર્ચા કરી છે.
ઝી બિઝનેસના ઇ્ન્ડિયાના DNA 2019 કોન્કલેવમાં એગ્રીકલ્ચર એક્સપર્ટ વિજય સરદાનાએ કહ્યું છે કે 130 કરોડના વસતીમાંથી 60 ટકા લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. આપણે 80 કરોડ લોકો વિશે વિચારણા કરવી જોઈએ અને તેમના રોજગાર પર ધ્યાન આપવાની જરૂર છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિજય સરદાનાએ કહ્યું છે કે જો ખેડૂત ખુશ નથી તો જીડીપી ગ્રોથમાં વૃદ્ધિનો કોઈ ફાયદો નથી.
ધનુકા એગ્રીટેકના ચેરમેન આર.જી. અગ્રવાલે કહ્યું કે ખેડૂતોને પુરતું પાણી મળે એ નક્કી કરવું જરૂરી છે. જો આ વાત પર ધ્યાન આપવામાં આવે તો ચોમાસા પર નિર્ભરતા ઓછી હશે. ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીએ કહ્યું છે કે જો ખેડૂતને ઉત્પાદન માટે 25 રૂ. મળતા અને ગ્રાહક 100 રૂ. ચૂકવતો હોય તો આ ખેડૂતો માટે અન્યાય છે.
ઝી મીડિયાના “India Ka DNA 2019” કોન્કલેવ સાથે બિઝનેસ અને રાજનીતિના અનેક એક્સપર્ટ જોડાયેલા છે. અહીં સરકારના છેલ્લા ચાર વર્ષના કાર્યકાળ પર ચર્ચા ચાલી રહી છે. આ કોન્કલેવનું પહેલું સેશન દિલ્હીની તાજ હોટેલમાં યોજવામાં આવશે.
બિઝનેસના સમાચાર જાણવા કરો ક્લિક...