Dish TV-Yes Bank latest news: ડિશ ટીવીની 30 ડિસેમ્બરે AGM મળવાની છે. આ એજીએમ પર રોકાણકારોની નજર છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી Yes Bank ડિશ ટીવીમાં પોતાનો કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગેરકાયદેસર રીતે કંપની પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ AGM પહેલા ડિશ ટીવી માટે સારા સમાચાર આવ્યા છે. પ્રોક્સી એડવાઇઝરી ફર્મ  InGovern એ મેનેજમેન્ટના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. તો ફર્મે રોકાણકારોને પણ ડિશ ટીવીના પ્રસ્તાવનું સમર્થન કરવા અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

InGovern એ કર્યું સમર્થન
1 -Adoption of Standalone Accounts and Consolidated Accounts: FOR


મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવમાં સ્ટેન્ડઅલોન અને કંસોલિડેટેડ એકાઉન્ટ્સના એડોપ્શનને લઈને InGovern એ પણ પોતાની 'FOR' ની ભલામણ કરી છે. 'FOR' અર્થ મેનેજમેન્ટનો સાથ આપવો છે. એટલે કે તેણે પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. InGovern નું કહેવું છે કે નાણાકીય વર્ષ 2019-20 માં સ્ટેન્ડઅલોન અને કંડોલિડેટેડ ફાઇનાન્શિલ સ્ટેટમેન્ટ્સ પર તે મત આપવામાં આવ્યો હતો અને FY2020 ની એજીએમમાં શેરધારકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ ઓડિટ ક્વોલિફિકેશનને શેરધારકોએ પસાર કર્યો હતો. FY2020-21 માં પણ કોઈ નવો વિરોધ નથી. 


2-Re-appointment of Mr. Ashok Mathai Kurien liable to retire by rotation: FOR


InGovern એ અશોક મથઈની રી-અપોઈન્ટમેન્ટ પર પણ પોતાની સહમતિ વ્યક્ત કરી છે. 


3- Ratification of Remuneration of Cost Auditors for FY2021-22: FOR


InGovern નું કહેવું છે કે પ્રસ્તાવના મામલામાં પણ કોઈ વિરોધ જોવા મળી રહ્યો નથી. અમે શેરધારકોને પ્રસ્તાવનું સમર્થન કરવાની ભલામણ કરીએ છીએ.


શું છે વિવાદ?
ડિશ ટીવી (Dish TV) ની સાથે Yes Bank નો વિવાદ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. બંને વચ્ચે વિવાદ ડિશ ટીવીની તે 25.6 ટકા શેરહોલ્ડિંગને લઈને છે, જે યસ બેન્કની પાસે છે. યસ બેન્કે આ શેરોને લોનની રિકવરીના બદલામાં પોતાના ખાતામાં રાખ્યા છે. બીજીતરફ ડિશ ટીવીના પ્રમોટર્સનું કહેવું છે કે યવ બેન્કના ડીમેટએકાઉન્ટ (Demat Account) માં રાખવામાં આવેલા આ 44 કરોડ શેરોનું વાસ્તવિક માલિક તે જ છે. હાલ આ લીગલ મામલો NCLT, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં છે. 


NCLT અને કોર્ટમાં ચાલી રહ્યો છે મામલો
23 ડિસેમ્બરે ડિશ ટીવીના પ્રમોટર ગ્રુપ કંપનીએ શેર ટ્રાન્સફર મામલામાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે ડિશ ટીવી પર કંટ્રોલ કરવાનો પ્રયાસ રોકવો જોઈએ. JSGG Infra Developers LLP એ હાઈકોર્ટમાં અરજી આપી છે. JSGG ઇન્ફ્રા ડિશ ટીવી પ્રમોટર ગ્રુપની એન્ટીટી છે. હાલમાં વધુ એક પ્રમોટર કંપની વર્લ્ડ ક્રેસ્ટ એડવાઇઝર્સ LLP એ પણ બોમ્બે હાઈકોર્ટમાં હસ્તક્ષેપની માંગ કરી છે. ડિશ ટીવી પ્રમોટર કંપનીએ કહ્યું કે, અરજીમાં વોટિંગ અધિકારોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે Yes bank ને ટેકઓવર નિયમો વિરુદ્ધ વોટિંગનો અધિકાર મળ્યો છે. કંપનીએ કહ્યું કે, આ રીતે ડિશ ટીવી પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને રોકવો જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube