Buy Gold At Dhanteras: દિવાળી નજીક છે. ધનતેરસને હવે ગણતરીના દિવસો છે. ધનતેરસે દેશભરમાંથી લોકો સોનાની મન મૂકીને ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમે ફિઝિકલ  ગોલ્ડની જગ્યાએ ડિજિટલ ગોલ્ડની ખરીદી પણ કરી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં તમને ફિઝિકલ ગોલ્ડની સરખામણીએ વધુ ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાંથી ખરીદી શકો છો ડિજિટલ સોનું
તમે ધનતેરસ પર ફોન પે, પીટીએમ, અને ગૂગલ પે જેવી એપ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે ધનતેરસ અને ફેસ્ટિવલ્સના અવસરે અનેક સારા પ્લેટફોર્મ શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર પણ આપે છે. એટલે કે તમે એ પ્લેટફોર્મ્સ પર દુકાનથી સસ્તું સોનું ખરીદી શકશો. આ સાથે જ અનેકવાર આ પ્લેટફોર્મ પર કેશબેક જેવી ઓફર પણ ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત તમે સરકારની ગોલ્ડ બોન્ડ યોજના દ્વારા પણ ડિજિટલ સોનું ખરીદી શકો છો. 


ડિજિટલ ગોલ્ડ પર વ્યાજ અને ડિસ્કાઉન્ટ
જો તમે ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરશો તો તેના પર તમને ડિસ્કાઉન્ટ અને વ્યાજ બંનેનો ફાયદો થાય છે. ડિજિટલ સોનાની સૌથી ખાસ વાત એ છે કે તેના પર તમને પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયા વધુ ડિસ્કાઉન્ટ મળે છે. ગોલ્ડ બોન્ડ દ્વારા જો તમે સોનું ખરીદશો અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તે પ્રમાણે પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. આ સાથે જ તમને ગોલ્ડ બોન્ડ યોજનામાં વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે. 


1 ગ્રામ સોનું ખરીદવાની પણ સુવિધા
ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ યોજનામાં તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. આ સાથે જ વ્યક્તિ દીઠ તેના દ્વારા આપણને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી સોનું ખરીદવાનો પણ વિકલ્પ મળે છે. ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ગ્રાહકોને બજારથી સસ્તા ભાવે સોનું ખરીદવાની તક મળે છે. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube