સામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ, જાણો કિંમત
ભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે સસ્તા ભાવ પર લોટ, ચોખા અને દાળનું વેચાણ કરે છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી પ્રહ્લાદ જોશી આ યોજનાના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરશે.
નવી દિલ્હીઃ તહેવારોની સિઝનમાં સામાન્ય લોકો ખાવા-પીવાની મોંઘી કિંમતને કારણે સંઘર્ષ કરી રહ્યાં છે. તેવામાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી છે કે સામાન્ય લોકોને દીવાળી પહેલાં સસ્તા ભાવમાં લોટ, ચોખા અને દાળ સસ્તી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર પ્રમાણે 23 ઓક્ટોબરથી ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે પાછલા વર્ષે આ યોજનાની શરૂઆત કરી હતી.
સૌથી પહેલા આ જગ્યાએ શરૂ થશે વેચાણ
ભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સસ્તા ભાવે લોટ, ચોખા અને દાળનું વેચાણ કરે છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી યોજનાના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. NCCF યોજના હેઠળ, ખાદ્ય મંત્રાલયની એક એજન્સી, સસ્તા ભાવે લોટ, ચોખા અને દાળનું વેચાણ સૌથી પહેલા દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવશે. આ પછી, આગામી 10 દિવસમાં દેશભરમાં સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ શરૂ થશે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણો
સરકારે નક્કી કર્યાં ભાવ
રિપોર્ટ પ્રમાણે NCCF સિવાય નાફેડ અને કેન્દ્રીય ભંડાર દ્વારા સસ્તો લોટ, ચોખા અને દાળનું વેચાણ કરાશે. આ સાથે સરકાર આ ખાદ્ય પદાર્થોના વેચાણ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને રિટેલ દુકાનદારો સાથે પણ વાતચીત કરી રહી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે સરકારે ભારત બ્રાન્ડના બીજા તબક્કામાં 10 કિલો લોટના પેકેટ માટે 300 રૂપિયા, 10 કિલો ચોખાના પેકેટ માટે 340 રૂપિયા, 1 કિલો ચણા દાળ માટે 70 રૂપિયા, 1 કિલો મગ દાળ માટે 93 રૂપિયા અને 1 કિલો મસૂર દાળ માટે 89 રૂપિયા નક્કી કર્યાં છે.