Credit Card Apply: આજકાલ લોકો ક્રેડિટ કાર્ડનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા પણ છે. તેના દ્વારા લોકોને ચૂકવણી કરવા માટે કેટલીક ક્રેડિટ લિમિટ આપવામાં આવે છે. જેની મદદથી એડવાન્સ ચૂકવણી કરી શકાય છે. ત્યારે ક્રેડિટ કાર્ડ અન્ય ઘણા ફાયદા પણ આપે છે. જોકે, ક્રેડિટ કાર્ડના કેટલાક નુકસાન પણ છે. જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો એક્સ્ટ્રા ચાર્જ પણ આપવો પડે છે. ક્રેડિટ કાર્ડ લઈ લીધું પરંતુ ત્રણ કામ એવા છે જેના વિશે ક્યારે પણ વિચાર્યું નહીં હોય. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો, રોકડ ઉપાડ અને મિનિમમ પેમેન્ટનું ધ્યાન રાખવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (Credit Utilization Ratio)
જો તમે તમારો સિબિલ સ્કોર સારો કરવા માંગો છો તો તમારે ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયાનું ધ્યાન રાખવું પડશે. પ્રયત્ન કરો કે તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 30 ટકા પર હોય. આ કરવાથી તમારો સિબિલ સ્કોર સારો રહેશે. ઉદાહરણ તરીકે, જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 50 હજાર રૂપિયા છે. તો તમારા ક્રેડિટ કાર્ડમાંથી 30 ટકા એટલે કે 15 હજાર રૂપિયાનો ઉપયોગ કરો. તેનાથી ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 30 ટકા રહેશે અને સિબિલ સ્કોર સારો રહેશે.


આ પણ વાંચો:- ગણેશ ચતુર્થી પર આ રાશિના જાતકો માટે ખુલશે ખુશીનો પિટારો, સાતમાં આકાશે રહેશે ભાગ્ય!


2. રોકડ ઉપાડ (Cash Withdrawal)
ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કર્યા બાદ ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે 40-45 દિવસનો ટાઈમ મળે છે. આ દરમિયાન આ વાત જરૂર ધ્યાનમાં રાખવી જોઇએ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ક્યારે પણ ATM માંથી પૈસા ઉપાડવા જોઇએ નહીં કેમ કે, 40-45 દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી વિંડો તમને એટીએમ ઉપાડ પર મળશે નહીં અને તેના બદલામાં તમારે વધારે પૈસા બિલ તરીકે ચૂકવવા પડશે.


આ પણ વાંચો:- ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બનશે પાકિસ્તાનનો કાળ, 'મેન ઓફ ધ મેચ'નો દાવેદાર


3. મિનિમમ પેમેન્ટ (Minimum Payment)
બની શકે છે કે તમને ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ બિલ આવે અને ફૂલ પેમેન્ટ બિલ ના મળે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવણી સમયે ધ્યાન રાખો કે હંમેશા ફૂલ આઉટસ્ટેન્ડિંગ બિલની જ ચૂકવણી કરો. મિનિમમ પેમેન્ટ કરતા સમયે તમારે બાકી વધેલા પૈસા પર પણ ઇન્ટરેસ્ટ આપવો પડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube