Income Tax Saving: તમે હંમેશા સાંભળ્યું હશે કે 2 લાખ 50 હજાર રૂપિયાથી વધુની કમાણી પર ઈન્કમ ટેક્સ ભરવો પડે છે. આ વાત તો સાચી છે, પરંતુ સરકારે આવકવેરા કાયદામાં એટલી બધી જોગવાઈઓ કરી છે કે જો તમે યોગ્ય સમયે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો તમારે 10 લાખ રૂપિયાની આવક પર પણ કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. જી, હા લોકો પોતાનો ટેક્સ બચાવવા માટે CA અથવા એજન્ટ પાસે જાય છે. તમારે તેમને કન્સલ્ટિંગ ફી ચૂકવવી પડી શકે છે. પરંતુ જો આવી સ્થિતિમાં તમે પણ આવી નકામી ફીથી બચવા માંગો છો, તો આજે અમે તમને આ નિયમો વિશે જણાવી રહ્યા છીએ. જેનાથી તમે સરળતાથી તમારો ટેક્સ બચાવી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા ફોર્મ્યુલાથી ટેક્સ નહીં લાગે:
ધારો કે તમારી વાર્ષિક આવક 10 લાખ 50 હજાર રૂપિયા છે, તો તમે આવકવેરા કાયદા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન ક્લેમનો દાવો કરી શકો છો. આ અંતર્ગત તમને 50 હજાર રૂપિયાની છૂટ મળશે. હવે કરપાત્ર આવક 10 લાખ રૂપિયા છે. ચાલો જાણીએ કે આપણે તેને કેવી રીતે ઘટાડી શકીએ. 


હવે તમે આવકવેરા વિભાગની કલમ 80 C અંતર્ગત 1 લાખ 50 હજાર રૂપિયાનો દાવો કરી શકો છો. આ હેઠળ, તમે LIC, PPF, બાળકોની ટ્યુશન ફી, મ્યુચ્યુઅલ ફંડ અને EPFમાં રોકાણ કરેલા નાણાંનો દાવો કરી શકો છો. આ સિવાય તમે હોમ લોનની રકમનો પણ દાવો કરી શકો છો. હવે તમારી કરપાત્ર આવક 8 લાખ 50 હજાર રૂપિયા રહી ગઈ છે.


આ પણ વાંચો : 


પેપરલીક કાંડ પર ABVP નું સરકારને અલ્ટીમેટમ, 24 કલાકમાં નવી તારીખ જાહેર નહિ તો...


પેપરલીક કાંડમાં મોટો ઘટસ્ટોફ : તિહાર જેલમાં રહી ચૂક્યો છે મુખ્ય આરોપી કેતન બારોટ


 


તમે નેશનલ પેન્શન સિસ્ટમમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ હેઠળ, તમે 80 CCD (1B) હેઠળ દાવો કરી શકશો. આ રીતે 8 લાખ રૂપિયાની આવક બચી છે. બીજું કઈ રીતે ઘટાડી શકાય.


હવે તમે આવકવેરા કાયદાની કલમ 24B હેઠળ 2 લાખ રૂપિયાનો દાવો કરી શકો છો. જ્યારે તમે હોમ લોનના વ્યાજ તરીકે આટલી રકમ ચૂકવી હોય ત્યારે તમને આ છૂટ મળે છે. આ રીતે હવે તમારે 6 લાખ રૂપિયાની આવક પર ટેક્સ ચૂકવવો પડશે.


હવે તમે 80 D હેઠળ 25 હજાર રૂપિયાનો મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ કરી શકો છો. એટલું જ નહીં જો તમે વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમો ખરીદો છો, તો તમે વધારાના 50,000 રૂપિયાનો દાવો કરી શકો છો. આ રીતે, તમે 75,000 રૂપિયાના સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમનો દાવો કરી શકો છો.


આ પણ વાંચો : 


સરકારને કોનો ડર : 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાનું કહી અધિકારીઓ હાથ ખંખેરીને ઉભા થયા


જો તમે કોઈપણ સંસ્થા અથવા ટ્રસ્ટને 25 હજાર રૂપિયા દાનમાં આપો છો, તો તે આવકવેરાની કલમ 80 G હેઠળ દાવો કરી શકાય છે. હવે તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયા બચી છે.


જે લોકોની આવક 2 લાખ 50 હજારથી 5 લાખ રૂપિયાની વચ્ચે છે, તેમણે ટેક્સ ચૂકવવો પડતો નથી કારણ કે સરકાર આ આવક પર 5% રિબેટ આપે છે. આ રીતે તમે 10 લાખ 50 હજાર રૂપિયા પર ટેક્સ બચાવી શકો છો. જો તમારો વાર્ષિક પગાર પણ 10 લાખ 50 હજાર છે. તો તમે આ ટીપ્સ અપનાવીને ટેક્સમાંથી રાહત મેળવી શકો છો.


આ પણ વાંચો : કેમ હચમચી ગયા અદાણી સામ્રાજ્યના પાયા? આ મહાસંક્ટમાંથી કઈ રીતે ઉભરશે ગૌતમ અદાણી?