ચેક સાઈન કરતી વખતે રકમ બાદ Only લખવું કેમ જરૂરી છે? કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો
Cheque Rules: ચેક પેમન્ટ કરતી વખતે અમાઉન્ટ લખ્યા બાદ પાછળ Only લખવાનું હોય છે. શું તમને ખબર છે કે ચેકની પાછળ Only લખવું કેમ જરૂરી હોય છે? જો ન ખબર હોય તો ખાસ જાણો.
આજના સમયમાં મોટાભાગે લોકો પેમેન્ટ કરવા માટે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરતા હોય છે ત્યાં આમ છતાં પણ ક્યારેક ઓનલાઈન પેમન્ટનું એક્સેસ ન હોવાના કારણે ચેકનો પણ ઉપયોગ થતો હોય છે. અનેક લોકો હજુ પણ ચેકથી પેમેન્ટ કરતા હોય છે. પરંતુ તેના ઉપયોગ વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ચેક પેમન્ટ કરતી વખતે અમાઉન્ટ લખ્યા બાદ પાછળ Only લખવાનું હોય છે. શું તમને ખબર છે કે ચેકની પાછળ Only લખવું કેમ જરૂરી હોય છે? જો ન ખબર હોય તો ખાસ જાણો.
Only લખવું કેમ જરૂરી
અનેકવાર લોકો સવાલ કરે છે કે ચેકમાં રકમ આગળ Only ન લખીએ તો શું ચેક બાઉન્સ થઈ જાય. આવું જરાય નથી. વાત જાણે એમ છે કે ચેક પર અમાઉન્ટ લખ્યા બાદ Only શબ્દ લખવાથી તમારા ચેકની સુરક્ષા વધી જાય છે. તેનાથી એકાઉન્ટ દ્વારા થતા ફ્રોડ મહદઅંશે ઘટાડી શકાય છે. આથી અમાઉન્ટ લખ્યા બાદ શબ્દોમાં Only લખવું જરૂરી હોય છે.
થઈ શકે છે આ નુકસાન
જો તમે Only ન લખો અને કોઈને ચેક આપો તો બની શકે કે તે અમાઉન્ટની આગળ કશું પણ લખીને વધુ પૈસા કઢાવી શકે છે. તેનાથી તમે ફ્રોડનો ભોગ બની શકો છો. જ્યારે રકમ લખો તો તેની પાછળ Only શબ્દ જરૂર લખો.
આ ઉપરાંત ચેક બનાવીએ ત્યારે ઉપર કોર્નર પર બે લાઈનો પણ જરૂર કરવી જોઈએ. તેનો અર્થ થાય છે એકાઉન્ટ પેયી. એટલે કે તેનો અર્થ એ કે એકાઉન્ટમાંથી પૈસા એ જ વ્યક્તિને મળશે જેના નામનો ચેક બન્યો હશે. આથી અનેકવાર લોકો બંને લાઈનો વચ્ચે A/c Payee લખી નાખે છે. જેથી કરીને ચેક સ્પષ્ટ બની જાય છે કે કોને પૈસા આપવાના છે.