પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લગાવવી છે સોલર પેનલ? આ નંબર પર મળશે સંપૂર્ણ જાણકારી
PM Surya Ghar Yojana Helpline Number: જો તમારે પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો પછી તમે યોજના સાથે જોડાયેલી હેલ્પલાઈન નંબર પર કોલ કરીને તમામ માહિતી મેળવી શકો છો.
PM Surya Ghar Yojana Helpline Number: લોકો પોતાના ઘરમાં વધતા જતા બિલથી ઘણા પરેશાન રહે છે અને ખાસ કરીને ગરમીઓની સીઝનમાં જ્યારે ગરમીથી બચવા માટે ઘરોમાં એસી અને કૂલરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મહિનાઓની મુકાબલે ગરમીની સીઝનમાં વિજળીનું બિલ 5-6 ઘણું વધારે આવે છે. વિજળીના વધતા બિલથી બચવા માટે લોકો ઘણા પ્રકારની ટેકનિકો અજમાવે છે.
હરિયાણા રિઝલ્ટ: EVMની બેટરીથી રિઝલ્ટ બદલાઈ શકે, જાણો કોંગ્રેસના આરોપોમાં કેટલો છે દમ
હવે ઘણા બધા લોકો પોતાના ઘરોમાં સોલર પેનલ લગાવી રહ્યા છે, જેનાથી તેઓ વિજળીના બિલોના બોજથી બચી શકે. સોલર પેનલ લગાવવા માટે સરકાર પણ સહાય આપે છે. તેના માટે પીએમ સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવે છે. જો તમારે આ યોજનાનો લાભ લેવામાં કોઈ ચીજ સમજમાં આવી રહી નથી તો પછી તમે યોજના સાથે જોડાયેલી હેલ્પલાઈન નંબર પર કોલ કરીને જાણકારી મેળવી શકો છો.
મોંઘું કહેનારા લોકોની 'મુકેશ કાકા' એ બોલતી બંધ કરી! રોજ 2.5GB ડેટા, કિંમત માત્ર...
આ નંબર પર કોલ કરીને લઈ શકો છો જાણકારી
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ ભારત સરકાર લોકોને સોલર પેનલ લગાવવામાં સબસિડી આપે છે. અલગ અલગ વોટના સોલર પેનલ લગાવવા પર સરકાર અલગ અલગ પ્રકારની સબસિડી આપે છે. યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારબાદ આખી પ્રક્રિયા કપ્લેટ થયા બાદ અને સોલર પેનલ લાગ્યા બાદ જ્યારે વેરિફિકેશન થઈ જાય છે ત્યારે તમને સબસિડીના પૈસા એકાઉન્ટમાં મોકલવામાં આવે છે.
યોજના સાથે જોડાયેલી કોઈ વાત તમારી સમજમાં આવી રહી નથી કે કઈ રીતે તમારા ઘરમાં સોલર પેનલ લગાવવામાં આવે. તો પછી તમે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રેનવાલ એનર્જીની હેલ્પલાઈન નંબર 1800-180-3333 પર કોલ કરીને જાણકારી લઈ શકો છો.
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાંથી ધરપકડ; ભારત લવાશે, હવે થશે..
સરકાર આપે છે આટલી સબસિડી
પીએમ સૂર્યઘર યોજનામાં એપ્લાય કરવા માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.org.in પર જઈને એપ્લાય કરવાનું રહેશે. યોજના હેઠળ સોલર પેનલ લગાવશો તો તમને દર મહિને 300 યૂનિટ વિજળી મફત આપવામાં આવશે. તેની સાથે સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવશે. એક કિલોવોટની સોલર પેનલ લગાવવા પર તમને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જ્યારે 2 કિલોવોટ સિસ્ટમ લગાવવા પર 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે 3 કિલોવોટની રૂપટોપ સોલર પેનલ લગાવો છો તો તમને 78000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.