નવી દિલ્હી: RCEP એટલે  Regional Comprehensive Economic Partnership આજકાલ તમે તેનું નામ સંભળી રહ્યા હશો, અને એ પણ ભારતે તેમાં સામેલ થવાની મનાઇ કરી દીધી છે. ચીન સહિત એશિયા-પ્રશાંતના 15 દેશોએ દુનિયાના સૌથી મોટી બિઝનેસ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે RCEP ડીલ શું છે અને આ એટલું જરૂરી કેમ કહેવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે RCEP કરાર
RCEP પર 10 દેશોના દક્ષિણપૂર્વ એશિયાઇ રાષ્ટ્રોના સંગઠન (ASEAN)ના વાર્ષિક શિખર સંમેલનના સમાપન બાદ રવિવારે વર્ચુઅલ રીતે હસ્તાક્ષર કર્યા છે. આ કરાર લગભગ આઠ વર્ષ સુધી ચાલેલી વાતચીત બાદ પુરો થયો. જોકે આ કરારના દાયરમાં લગભગ દુનિયાની 30 ટકા અર્થવ્યવસ્થા આવી જશે.


RCEP એક બિઝનેસ ડીલ છે, જે તેના સભ્ય દેશો માટે એકબીજા સાથે વેપાર કરવાને એકદમ સરળ બનાવે છે. તેના સભ્ય દેશોને ઇંપોર્ટ-એક્સપોર્ટ પર લાગનાર ટેક્સ અથવા તો ભરવો જ નહી પડે અથવા પછી ખૂબ ઓછો આપવો પડશે. આ કરાર સાથે ભવિષ્યમાં સભ્ય દેશો વચ્ચે વેપાર સાથે જોડાયેલા શુલ્ક ઘટી જશે. કરાર પર હસ્તાક્ષર બાદ તમામ દેશોને લાગૂ થઇ જશે. 


RCEPમાં અમેરિકા પણ સામેલ નથી
સૌથી પહેલાં 2012માં RCEPનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તેમાં આસિયનના 10 દેશ-ઇંડોનેશિયા, મલેશિયા, ફિલિપીન, સિંગાપુર, થાઇલેંડ, બ્રુનેઇ, વિયતનામ, લાઓસ, મ્યમાંર અને કંબોડિયાની સાથે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યૂઝિલેંડ અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. અમેરિકા આ કરારમાં સામેલ નથી. 


ભારત આ કરારમાં જોડાશે નહી તેની પાછળનું કારણ છે. આ કરારથી ભારતના મેક ઇન ઇન્ડીયા, આત્મ નિર્ભર ભારત જેવા મિશનને આંચકો લાગી શકે છે. અને ચીનને પણ મહત્વ આપવું પડી શકે છે. આ રીતે સમજીએ...


1. જ્યારે વેપાર શુલ્ક ખતમ થઇ જશે તો દેશમાં ઇંપોર્ટથી વધવા લાગશે. જેથી લોકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારે નુકસાન થઇ શકે છે.
2. વર્ષ 2022માં આ લાગૂ થશે, પરંતુ કસ્ટમ ડ્યૂટીનો આધાર 2014 હશે, જેથી ભારતના મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને ઝટકો લાગી શકે છે. 
3. એક્સપર્ટ્સ અનુસાર જો કોઇ દેશ RCEP ઉપરાંત કોઇ બીજા દેશને પોતાના અહીં રોકાણ કરવા પર અલગથી ફાયદો પહોંચાડે છે તો બીજી તરફ RCEP દેશોને પણ ચૂકવવો પડી શકે છે.
4. RCEPમાં ચીન પણ સામેલ છે, એટલે કે ભારતને મજબૂરીમાં ચીને પણ તમામ લાભ આપવા પડત, જોકે ભારત માટે મુશ્કેલ છે.
5. ખેડૂત અને વેપારી સંગઠન એમ કહીને તેનો વિરોધ કરી રહ્યા હતા કે જો ભારત તેમાં જોડાશે તો પહેલાં પરેશાન ખેડૂત અને નાના વેપારીને બરબાદ થઇ જશે. 


ભારતે કહ્યું, શરતો અમારા પક્ષમાં નથી
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત આ પગલાંને યોગ્ય ગણાવ્યું અને કહ્યું કે જરૂરી નથી કે તમામ કરાર દેશ માટે સારા હોય. RCEP માં અમે વૈશ્વિક પ્રતિબદ્ધતામાં બંધાઇ જાત, તેની સાથે શરતો અમારા પક્ષમાં નથી, જે આ ડીલની પ્રશંસા કરી રહ્યા છે તે આખું પિક્ચર દેખાતું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube