ડોલરના મુકાબલો રૂપિયાની બોલબાલી વધી, ઇરાન બાદ હવે આ દેશ પણ રૂપિયામાં કરશે લેણદેણ
ભારત અને સંયુક્ત અરબ અમીરાત (UAE)એ ડોલરના બદલે પરસ્પર બિઝનેસમાં લેણદેણ રૂપિયા (Rupee)માં કરશે. બંને દેશો વચ્ચે પરસ્પર મુદ્વા અદલા-બદલીની વ્યવસ્થા સહિત બે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે યૂએઇના વિદેશ મંત્રી શેખ અબ્દુલા બિન જાયેદની સાથે રક્ષા, આતંકવાદ નિરોધી ઉપાય, વેપાર અને ઉર્જા સહિત વિભિન્ન મુદ્દાઓ પર વ્યાપક વિચાર-વિમર્શ બાદ બંને કરાર થયા.
બે દિવસીય યાત્રા પર અહીં આવેલા સુષ્મા સ્વરાજનું યૂએઇ-ભારત સંયુક્ત આયોગની બેઠક (જેસીએમ) પહેલાં યૂએઇના વિદેશ મંત્રીએ ગર્મજોશીથી સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે Twitter પર લખ્યું છે, 'વ્યાપક રણનીતિક ભાગીદારીને આગળ વધારતાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને વિદેશ મંત્રી શેખ અબ્દુલા બિન જાયેદે 12મા ભારત-યૂએઇ જેસીએમની સહ-અધ્યક્ષતા કરી. ઉર્જા, સુરક્ષા, વેપાર, રોકાણ, અંતરિક્ષ, રક્ષા સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ગહન વાતચીત થઇ.'
7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન
આર્થિક અને ટેક્નોલોજી સહયોગ માટે ભારત-યૂએઇ સંયુક્ત આયોગે કહ્યું કે આ 12મું સત્ર છે. રવિશ કુમારે લખ્યું છે,'... વિદેશ મંત્રી સુષમા સ્વરાજની યૂએઇ યાત્રા દરમિયાન મુદ્વા અદલા-બદલીને લઇને કરાર થયા અને આફ્રીકામાં વિકાસ સહયોગ માટે સહમતિ પત્ર (એમઓયુ) પર સહી કરવામાં આવી.' બે દેશો વચ્ચે મુદ્વા અદલા-બદલી કરાર સંબંધિત એશને પોતાની મુદ્વામાં બિઝનેસ અને આયાત તથા નિર્યાત માટે અમેરિકી ડોલર જેવા ત્રીજી માનક મુદ્વાને વચ્ચે લાવ્યા વિના પૂર્વ નિર્ધારિત એક્સચેન્જ દર પર ચૂકવણીની અનુમતિ આપે છે.
તમે ધોરણ 10 પાસ છો? રેલવે લાવ્યું છે નોકરીની બંપર તક, આ રીતે કરો Apply
રવિશ કુમારે ટ્વિટ કર્યું, 'બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતાને વધુ પ્રગાઢ બનાવવામાં આવી. બંને મંત્રીઓએ તેને ચાલુ રાખવા પર સકારાત્મક વલણ વ્યક્ત કર્યું અને નવા ક્ષેત્રોમાં ભાગીદારી પર ભાર મૂક્યો. પછી વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે બંને નેતાઓએ રક્ષા, સુરક્ષા, આતંકવાદ નિરોધક ઉપાયો, વેપાર, ઉર્જા, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા નાગરિક ઉડ્ડયન સહિત પરસ્પર હિતો સાથે સંકળાયેલા મુદાઓ પર ચર્ચા કરી.
બંને દેશ મોટા બિઝનેસ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય વેપાર લગભગ 50 અરબ ડોલર છે. ભારતમાં થનાર તેલ આયાતનો યૂએઇ છઠ્ઠો મોટો સ્ત્રોત છે. સુષ્મા સ્વરાજ અને અબ્દુલાએ ડિજિટલ સંગ્રહાલયનું સંયુક્ત રૂપથી ઉદઘાટન કર્યું. તેમાં મહાત્મા ગાંધી અને આધુનિક યૂએઇના સંસ્થાપક શેખ જાયેદના જીવન, તેમના કાર્યો, દર્શનને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીની 150મી જયંતિ સમારોહ અને શેખ જાયેદની જયંતિના શતાબ્દી સમારોહ પર અબુ ધાબીમાં ગાંધી-જાયેદ ડિજિટલ સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવશે.