નવી દિલ્હી: સરકારે ઘરેલૂ ઉડાનો માટે ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એવિએશન મંત્રાલયે ઘરેલૂ ઉડાનોના ભાડામાં 15 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય 1 જૂનથી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવિએશન મંત્રાલયે આપી વધારાને મંજૂરી
કોવિડની બીજી લહેર દરમિયાન ઘટતી જતી મુસાફરી સાથે એવિએશન મંત્રાલયે એરલાઇસન્સની નેટવર્ક કેપેસિટીમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ વધારેલા ભાડાના ભાવ 1 જૂનથી લાગૂ થઇ જશે. આ ભાડું મિનિમમ ફેર પર વધારવામાં આવશે. તમને જણાવી દઇએ કે ઘરેલૂ ઉડાનોની એ થી લઇને જી સુધી સાત શ્રેણી હોય છે. આ ભાડા તમામ શ્રેણીમાં વધશે.


આદેશ અનુસાર શ્રેણીમાં એમાં ઓછામાં ઓછું ભાડું 2600 રૂપિયા હશે. મેક્સિમમ ભાડું 7800 રૂપિયા હોઇ શકે છે. તો જી શ્રેણીમાં ઓછામાં ઓછું ભાડું 7800 રૂપિયા મેક્સિમમ ભાડું 24,200 રૂપિયા સુધી હોઇ શકે છે. હવાઇ યાત્રાના ભાડામાં આ વધારો એક જૂનથી લાગૂ થઇ જશે. હવાઇ ભાડાની ઉંચી સીમાને પૂર્વવત રાખવામાં આવી છે. 


એરલાઇન કંપનીઓને મળશે મદદ
સરકારના આ પગલાંથી એરલાઇન કંપનીઓને મદદ મળશે. કોવિડ 19 ની બીજી લહેરના લીધે હવાઇ યાત્રીઓની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે જેના લીધે તેમની આવક ઘટી છે. એવિએશન મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે 40 મિનિટ સુધીની અવધિની હવાઇ ઉડાન માટે ભાડની નીચલી સીમાને 2,300 રૂપિયાથી વધારીને 2,600 રૂપિયા- 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પ્રકારની 40 મિનિટથી માંડીને 60 મિનિટ સુધીની અવધિ માટે ભાડાની નીચલી સીમા 2,900 રૂપિયાના બદલે હવે 3,300 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. 


મુસાફરોની સંખ્યામાં ઝડપથી ઘટાડો
એપ્રિલ 2021માં ઘરેલૂ હવાઇ મુસાફરો (Domestic Flyers) ની સંખ્યા પણ માર્ચ 2021ના મુકાબલે ઘટી રહી છે. ઇન્ડીયન એવિએશન રેગ્યુલેટરી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે એપ્રિલમાં 57.25 લાખ લોકોએ મુસાફરી કરી, જે માર્ચના મુકાબલે 26.8 ટકા ઓછી છે.