DOMS Industries IPO: ડોમ્સ આઈપીઓ પર ઈન્વેસ્ટર 13 ડિસેમ્બરથી દાવ લગાવી શકશે. ઈન્વેસ્ટરની દ્રષ્ટિએ સારી વાત છે કે આઈપીઓ ગ્રે માર્કેટમાં  સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. જે મજબૂત લિસ્ટિંગનો સંકેત આપી રહ્યો છે. નોંધનીય છે કે ડોમ્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 750 રૂપિયાથી 790 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આવો વિગત જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 શેરનો એક લોટ
આ આઈપીઓના એક લોટમાં 18 શેર રાખવામાં આવ્યા છે. જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14220 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો એક રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 14 લોટ માટે દાવ લગાવી શકે છે. કંપનીના આઈપીઓનો 75 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ છે. તો રિટેલ ઈન્વેસ્ટરો માટે 10 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ કમાણીની તક આવી, આગામી સપ્તાહે થશે 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યાં છે 6 કંપનીના આઈપીઓ


ગ્રે માર્કેટથી ઈન્વેસ્ટરો ગદગદ
ડોમ્સ આઈપીઓને લઈને સારા સમાચાર છે. કંપનીનનો આઈપીઓ ગ્રે માર્કેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર આઈપીઓ આજે એટલે કે રવિવારે 483 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 61 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે તમે આ આઈપીઓમાં 15 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકશો. 


ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓમાં પ્રમોટર્સની ભાગીદારી 100 ટકા છે. જે ઈશ્યૂ બાદ ઘટીને 74.97 ટકા રહી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube