DOMS Industries IPO: ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કંપનીનો આઈપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહેલા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. ડોમ્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ જાહેર કરી દેવામાં આવી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા શેરની પ્રાઇઝ બેન્ડ 750 રૂપિયાથી 790 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ પર રિટેલ ઈન્વેસ્ટર 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2023 સુધી દાવ લગાવી શકશે. તો એન્કર ઈન્વેસ્ટરો માટે ડોમ્સ આઈપીઓ 12 ડિસેમ્બરે ઓપન થશે. નોંધનીય છે કે ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ એક ગુજરાત બેસ્ડ કંપની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રે માર્કેટમાં 400ને પાર પહોંચ્યો જીએમપી
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ પ્રમાણે ગ્રે માર્કેટમાં આજે એટલે કે ગુરૂવારે ડોમ્સ આઈપીઓ 410 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે કંપનીના શેર બજારમાં 1200 રૂપિયાના લેવલ પર લિસ્ટ થઈ શકે છે. જે ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ દમદાર લિસ્ટિંગ કહેવાશે. 


આ પણ વાંચોઃ સસ્તો સામાન, આખુ વર્ષ ડિસ્કાઉન્ટ, DMart ની રણનીતિ પાછળ છે આ 12 ફેલ વ્યક્તિનું મગજ


ડોમ્સ આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારી વાત છે કે કંપનીનું લિસ્ટિંગ ટી+3 ના નિયમ અનુસાર થશે. આ નિયમ 1 ડિસેમ્બરથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ કારણે ઈન્વેસ્ટરોને શેર એલોટમેન્ટ 18 ડિસેમ્બર 2023ના દિવસે કરવામાં આવશે. તો કંપનીનું શેર બજારમાં પર્દાપણ 20 ડિસેમ્બરે થઈ શકે છે. 


આ મેન બોર્ડ આઈપીઓની સાઇઝ 1200 કરોડ રૂપિયાની છે. જેમાં ફ્રેશ ઈશ્યૂ 350 કરોડ રૂપિયાનો છે. તો ઓફર ફોર સેલ 850 કરોડ રૂપિયાનો છે. 


કયાં સુધી થશે લિસ્ટિંગ
નોંધનીય છે કે ફરજીયાત ટી+3 લિસ્ટિંગ નિયમો સાથે ખુલનાર આ પ્રથમ મેનબોર્ડ આઈપીઓ હશે, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓની ફાળવણી 18 ડિસેમ્બર સુધી થઈ જશે. લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ઈશ્યૂના સત્તાવાર રજીસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. 


આ પણ વાંચોઃ અલગ પ્રકારની માર્કેટિંગ સ્ટાઈલથી આ ગુજરાતીએ બનાવી કરોડો રૂપિયાની કંપની


આ રીતે તેની શરૂઆત થઈ
DOMS Industriesની શરૂઆત ગુજરાતમાં એક નાની પેન્સિલ ઉત્પાદન કંપની તરીકે થઈ હતી. આજે કંપની ભારતમાં 15 થી વધુ ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે. પેન્સિલ, ઇરેઝર અને રૂલર્સ સહિત તેની ઘણી પ્રોડક્ટ્સ 50 થી વધુ દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. આજે ડોમ્સ શાળાની સ્ટેશનરી, કલા સામગ્રી, પેપર સ્ટેશનરી, ઓફિસ પ્રોડક્ટ્સ અને ફાઇન આર્ટ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube