અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો મોટો ઝટકો
હાલમાં એવો નિર્ણય લીધો છે જેની અસર બિઝનેસ વર્લ્ડ પર પડી શકે છે
વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને બહુ મોટો આંચકો આપતા જણાવ્યું છે કે ભારત અમારી પાસેથી બહુ વધારે ટેરિફ વસુલ કરે છે જ્યારે અમે કોઈ પ્રકારનું ટેરિફ વસુલ નથી કરતા. જોકે હવે એવું નહીં થાય. હવે ભારતે પણ અમેરિકાને એક્સપોર્ટ કરવા માટે ટેરિફ દેવું પડશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું છે કે જો અમેરિકા ભારતને બાઇક એક્સપોર્ટ કરે તો 100 ટકા ટેક્સ આપવો પડે છે જેના કારણે કિંમત બમણી થઈ જાય છે. જોકે ભારતથી જે સામાન અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવે છે એના પર અમે કોઈ પર પ્રકારનો ટેક્સ નથી લગાવતા.
ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા બેવકુફ નથી અને એટલે જ હવે અમે પણ ભારત પાસેથી રેસિપ્રોકલ ટેક્સ પણ વસુલ કરીશું. જોકે આ ટેક્સ કેટલો હશે એ વિશે કોઈ જાણકારી નથી. પહેલાં સેનેટના વિરોધને કારણે અમે ટેક્સ નહોતો વધાર્યો પણ હવે ભારત પર પણ રેસિપ્રોકલ ટેક્સ લગાવવામાં આવશે.
અમેરિકાને દર વર્ષે ભારત લગભગલ 5.6 બિલિયર ડોલરનું એક્સપોર્ટ કરે છે અને એના પર કોઈ જ પ્રકારની ડ્યુટી (ટેક્સ) નથી વસુલવામાં આતા. ભારત લગભગ 1970ના દાયકાથી આ સુવિધા ભોગવી રહ્યું છે. હવે અમેરિકા ધીમેધીમે આ પ્રોગ્રામ બંધ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.