Dr Subhash Chandra Interview: ઝી મીડિયાને લઇને આગામી 5 વર્ષનો પ્લાન શું છે? મેટાવર્સ માટે ઝી ગ્રુપની શું તૈયારી છે? દેવું ઘટાડવા માટે એસ્સલ ગ્રુપ શું કરી રહ્યું છે? ઇંફ્રા બિઝનેસમાં કંપની નુકસાન કેમ થયું? Dish TV-Yes Bank વિવાદ ક્યારે ઉકેલાશે અને ZEEL-SONY મર્જર ક્યાં સુધી પહોંચ્યું? ઝી બિઝનેસ સાથે ખાસ વાતચીતમાં એસ્સલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ આ તમામ પ્રશ્નોના જવાબ ખુલીને આપ્યા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન- 1- આ બદલાતા સમયમાં ઝી ગ્રુપ માટે 5 વર્ષનું વિઝન શું છે? 
જવાબ-

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશનો સ્થિતિ ખૂબ સકારાત્મક થઇ છે. એટલા માટે બદલાતા માહોલમાં ઝી ગ્રુપમાં ઘણી બધી વસ્તુઓ પર સતત કામ ચાલી રહ્યું છે. પાછળ નજર કરીએ તો કેટલીક ભૂલો થઇ છે, જેના લીધે નાણાકીય સમસ્યા સામે આવી અને આ સમસ્યાના સમાધાનમાં બે-અઢી વર્ષ પણ લાગી ગયા. હવે મેટાવર્સ, ક્રિપ્ટો, NFT નો જમાનો છે, હું તેમને 'માયાવર્સ' નું નામ આપીશ. ઇન્ટરનેટનો જમાનો 'માયાવર્સ' નો જમાનો છે. ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યાર સુધી 300 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. આગામી 3 વર્ષમાં અને 1 અરબ લોકોને એક્ટિવ યૂઝર્સમાં સામેલ કરીશું. તેના મઍટે ડિજિટલ કન્ટેન્ટને મોનેટાઇઝ કરવા પર પણ ફોકસ કરીશું. 


પ્રશ્ન-2- લોનનું રિઝોલ્યુશન કેટલું થઇ ચૂક્યું છે અને હાલમાં ડેટને લઇને શું સ્થિતિ છે?
જવાબ- 

પ્રમોટર સ્તરે પર્સનલ લોનમાં 92% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે પ્રોમોટર લેવ્લ પર લોન પર કેટલાક લેણદારો સાથે મામલો ગંભીર ફસાયેલો છે. ઓપરેટિંગ કંપનીઓમાં મોટાભાગનની લોન એસ્સલ ઇંફ્રાની લોન છે. ઇંફ્રા બિઝનેસ જવું એક મોટી ભૂલ હતી. જે લોકોના વિશ્વાસ પર ઇંફ્રા બિઝનેસ ચલાવ્યો તે ખોટા હત.અ ડિફોલ્ટ નહી કરવાની નિયતના લીધે દેવું વધતું ગયું. કંપનીઓના દેવાને કંપનીઓ જ પતાવશે. પ્રોમોટર લેવલ પર બચેલી લોન પણ 1-2 મહિનામાં પુરી કરી દઇશું. 


પ્રશ્ન-3 ડિશી ટીવીને લઇને પણ એક મુદ્દો છે, યસ બેંક સાથેના વિવાદનું કયા પ્રકારે સોલ્યૂશન થઇ શકે છે અથવા થવું જોઈએ?
જવાબ-

ડીશ ટીવીનો મામલો ઘણી અદાલતોમાં ફસાયેલો છે. ડીશ ટીવી ક્યારેય પણ ડિફોલ્ટર નથી અને કોઈ વિવાદ નથી. યસ બેંકે 4210 કરોડ રૂપિયા વીડિયોકોનના ડીટુએચ અને ડિશ ટીવીના મર્જર માટે આપ્યા હતા. યસ બેંકના જૂના મેનેજમેન્ટે અમારી સાથે છેતરપિંડી કરી. છેતરપિંડીના અઢી વર્ષ પહેલા યસ બેંકના જૂના મેનેજમેન્ટ સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. મીડિયામાં ઘણા લોકોને ડીશ-યસ બેંક વિવાદ વિશે સાચી માહિતી આપવામાં આવી ન હતી.


સવાલ- ઘણા લોકો ડિશી ટીવીને લઇને અલગ-અલગ વાતો કરે છે, જેમ કે પ્રોમોટર તેને વેચવા માંગે છે.. વગેરે...વગેરે...
જવાબ-
મીડિયામાં ઘણા લોકોને ડિશ ટીવી-યસ વિવાદની સાચી જાણકારી નથી. યસ બેંક સાથે ડિશ ટીવી કંપનીનો નહી પ્રોમોટર લેવલનો વિવાદ છે. ડિશી ટીવીના પ્રોમોટર શેરહોલ્ડર્સે બોમ્બે હાઇકોર્ટમાં યસ બેંકનો કેસ કર્યો છે. બોમ્બે હાઇકોર્ટમાં યસ બેંક સાથે વિવાદની સુનાવણી ચાલી રહી છે. ગિરવી રાખેલા શેરોને જપ્ત કર્યા બાદ શું કોઇ લેન્ડર કંપનીના શેર હોલ્ડર બની જાય છે. ગિરવે મુકેલા શેરો પર લેન્ડરનો શું અધિકાર છે, આ એક મોટો સવાલ છે. ગિરવે મુકેલા શેરોને જપ્ત કરવા પર લેન્ડરનો શું અધિકાર છે, આ પણ જાણવું મહત્વપૂર્ણ છે. યસ બેંક નક્કી કરે કે તે લેન્ડર છે કે શેર હોલ્ડર. યસ બેંક લેન્ડર છે તો તેની લોન પર ચર્ચા થશે. જો શેરહોલ્ડર છે તો દેવું ક્યાં થયું. યસ બેંક જો ડિશ ટીવીને ખરીદવા માંગે છે તો અમારી સાથે વાત કરે.


સવાલ- 5- ઝી એન્ટરટેનમેન્ટ અને સોની મર્જરની વાત ક્યાં સુધી પહોંચી છે?
જવાબ-
ઝી એન્ટરટેનમેન્ટ અને સોની મર્જરનું કામ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. રેગ્યુલેટરી મંજૂરીઓ બાદ આ મર્જર પુરૂ થઇ જશે. 


સવાલ- નવા બિઝનેસમાં ઉતરવાને લઇને શું ચાલી રહ્યું છે?
જવાબ-
ક્યારેય પૈસા માટે નવો બિઝનેસ શરૂ કર્યો નથી. દરેક વ્યવસાય હંમેશા કંઈક નવું, કંઈક અલગ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયો.


સવાલ- ઝી મીડિયાનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે?
જવાબ-
ઝી મીડિયાના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર 300 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. WION એ એશિયાનું પ્રથમ ગ્લોબલ નેટવર્ક છે. WION દેશની નંબર વન આંતરરાષ્ટ્રીય ચેનલ છે. WION ના 58% દર્શકો વિદેશોમાં છે. WION YouTube પર BBC કરતાં આગળ છે, CNN કરતાં થોડું ઓછું. WION માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. WION ના ડિજિટલ પબ્લિશિંગને વધુ ઇન્ટરેક્ટિવ બનાવશે. સોશિયલ મીડિયા દ્વારા WION ને વધારીશું. 5 વર્ષમાં WION માં 500 મિલિયન દર્શકો જોડવાની યોજના છે.


સવાલ-શેરહોલ્ડર્સને તમે શું મેસેજ આપશો?
જવાબ-
શેરહોલ્ડર્સ ચોક્કસ નિરાશ થયા છે. પરંતુ ક્યારેય શેરહોલ્ડર્સના હિતોની અવગણના કરવામાં આવી ન હતી. તેમને એજ મેસેજ છે કે નિરાશ થશો નહી.


સવાલ-તમે દરેક મુશ્કેલીને પાર કરી અને પહેલા કરતા વધુ મજબૂત બાઉન્સ બેક કર્યું છે, આ વખતે બાઉન્સ બેંક કેવું હશે?
જવાબ-
જલદી જ કંઇક ને કંઇક નવું આવશે. આ વખતે ટેક્નોલોજીમાં કંઇક નવું કરીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube