Driving License: જો તમારે પણ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનું હોય કે પછી વ્હીકલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવડાવવાનું હોય તો તમારા માટે સારા સમાચાર છે. આ બંને કામ માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે. તમારે નામ, એડ્રસ, ઉંમર, જેવી માહિતી વેરિફાય કરાવવાની હોય છે. હવે જલદી તમારી પાસે એવા 30 ડોક્યુમેન્ટની યાદી હશે જેમાંથી કોઈ પણ એક પુરાવા દ્વારા લાઈસન્સ બનાવડાવી શકાશે કે પછી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવહન મંત્રાલયે બહાર પાડી ડ્રાફ્ટ યાદી
રોડ પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે માન્ય ડોક્યુમેન્ટ્સનું ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં નામ, એડ્રસ, ઉંમરની ચકાસણી કરવા માટે 30 આઈડી સામેલ છે. આ દસ્તાવેજોમાંથી કોઈ પણ એકને પુરાવા રૂપે લાઈસન્સ માટે લાઈ શકાય છે. મંત્રાલયે તેના પર રાજ્યો સહિત તમામ સ્ટેક હોલ્ડર્સ પાસે 10 મે સુધી સૂચનો માંગ્યા છે. MoRTH નું માનવું છે કે તેનાથી લોકોને સરળતા રહેશે. 30 ડોક્યુમેન્ટ્સમાં ટ્રાન્સજેન્ડર્સ માટે સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ટિફિકેટ્સ પણ માન્ય હશે. આ નિયમથી લોકોને પોતાની ઉંમર, એડ્રસ, નાગરિકતા, વગેરે સાબિત કરવા માટે અનેક વિકલ્પ ઉપલબ્ધ થશે. 


રિલાયન્સમાં કામ કરતા આ વ્યક્તિનો મુકેશ અંબાણી કરતા પણ વધુ પગાર, જાણો કેટલું છે અંતર


કડાકા બાદ હવે સોનાના ભાવમાં આજે જોવા મળ્યો ભડકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો ભાવ


સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, ફરી આટલું વધી શકે છે DA, પગારમાં થશે બંપર વધારો


મંત્રાલયે 24 એપ્રિલના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે નાગરિકોની સુવિધા માટે મંત્રાલય એક પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે પ્રુફ ઓફ આઈડી, એડ્રસ પ્રુફ અને પ્રુફ ઓફ એજ/ ડેટ ઓફ બર્થ માટે સબમિટ કરાતા ડોક્યુમેન્ટ્સનો દાયરો વધારવામાં આવી રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્સની યાદી તે ડોક્યુમેન્ટ્સમાંથી લેવાઈ છે જે UIDAI આધાર અપડેટ કરવા માટે માંગે છે. 


30 ડોક્યુમેન્ટની યાદી...





લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube